સેક્સી લુક સાથે ઉર્વશીનું કાન્સ ફિલ્મોત્સવ રેડ કાર્પેટ પર ડેબ્યૂ

બોલીવુડ અભિનેત્રી અને મોડેલ ઉર્વશી રાઉતેલાએ ફ્રાન્સના કાન્સ શહેરમાં 17 મે, મંગળવારે શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022ની રેડ કાર્પેટ પર વૉક કર્યું હતું. આ ફેસ્ટિવલમાં તે પહેલી જ વાર ઉપસ્થિત થઈ હતી.

વન શોલ્ડર વ્હાઈટ ગાઉનમાં સજ્જ થયેલી ઉર્વશીએ રેડ કાર્પેટ પર આગમન કર્યું કે ત્યાં હાજર લોકો એનાં સેક્સી, સુપર સ્ટાઈલિશ લુકને જોતાં જ રહી ગયાં હતાં.

સ્નો વ્હાઈટ ડ્રેસમાં એ બેહદ ખૂબસૂરત દેખાતી હતી અને રેડ કાર્પેટ પર છવાઈ ગઈ હતી.

તેણે રેડ લિપસ્ટિક, ગ્લોઈંગ બેસ, કાજલ, મસ્કારા અને બ્લશર સાથે આકર્ષક મેકઅપ કર્યો હતો. તેણે પોતાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેનો કાન્સ ગ્લેમરસ લુક ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

કારકિર્દી સ્તરે, ઉર્વશી ટૂંક સમયમાં જ હોલીવુડમાં એન્ટ્રી કરવાની છે. તે અભિનેતા મિશેલ મોરોન સાથે ચમકવાની છે. તે ઉપરાંત, જિયો સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’માં રણદીપ હુડ્ડા સાથે ચમકવાની છે.