સોહા અલી ખાને 40મો જન્મદિવસ ઉજવ્યો…

0
1169
બોલીવૂડ અભિનેત્રી સોહા અલી ખાન-ખેમુ આજે, 4 ઓક્ટોબર, ગુરુવારે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી, અભિનેતા સૈફ અલી ખાનની બહેન તથા રંગ દે બસંતી, ખોયા ખોયા ચાંદ, આહિસ્તા આહિસ્તા, તુમ મિલે જેવી ફિલ્મોમાં અભિનય કરનાર સોહાએ ગઈ કાલે મુંબઈમાં એની સહેલીઓની સાથે પોતાની બર્થડે પાર્ટી ઉજવી હતી. પાર્ટીમાં નેહા ધુપીયા, સોફી ચૌધરી, કોંકણા સેન-શર્મા તથા અન્યોએ હાજરી આપી હતી. સોહા અભિનેતા કુણાલ ખેમુને પરણી છે અને દંપતીને એક દીકરી છે – ઈનાયા.