બ્લુ બિકીનીમાં સારાએ દર્શાવ્યું એનું ફિટ ફિગર…

બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાન હાલ માલદીવમાં રજાનો આનંદ માણી રહી છે. ત્યાં સમુદ્રકિનારે પાડેલી પોતાની અનેક તસવીરો એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. બ્લુ સ્વીમવેર – ફ્લોરલ બ્લુ બિકીની (સાથે ઓરેન્જ સનગ્લાસ)માં એ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તસવીરોની કેપ્શનમાં એણે લખ્યું છે, ‘ઉપર છે આકાશ, નીચે છે રેતી. ક્ષણની જીવંતતાનો આનંદ માણું છું – પ્રવાહની સાથે સાથે.’

અન્ય તસવીરોમાં ફ્લોરલ બોલ્ડ ડ્રેસમાં પણ દરેક પોઝમાં સારા બેહદ સુંદર દેખાય છે. (તસવીરોઃ સારાનાં ઈન્સ્ટાગ્રામ પરથી)