દીપિકાનાં માતાપિતાનાં નિવાસની બહાર પોલીસ પહેરો…

અભિનેત્રી દીપિકા પદુકોણે હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’માં ભજવેલી શિર્ષક ભૂમિકાના મામલે એની સામે થઈ રહેલા જોરદાર વિરોધ તેમજ એને આપવામાં આવેલી ધમકીને પગલે બેંગલુરુમાં દીપિકાનાં માતા-પિતાનાં નિવાસસ્થાનની બહાર પોલીસનો કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. દીપિકા પોતે મુંબઈમાં રહે છે, પણ એ મૂળ બેંગલુરુની છે. એનાં પિતા દંતકથાસમા બેડમિન્ટન ચેમ્પિયન પ્રકાશ પદુકોણ અને માતા ઉજાલા, નાની બહેન અનિશા અને દાદી અહિલ્યા બેંગલુરુના ઉત્તર ભાગમાં આવેલા ઉપનગરીય વિસ્તારમાં રહે છે. ‘પદ્માવતી’ આવતી ૧ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પણ ભારે વિરોધને પગલે સેન્સર બોર્ડે અમુક ફેરફારો કરવાની સૂચના સાથે ફિલ્મને તેના નિર્માતાઓને પાછી મોકલી દીધી છે અને નિર્માતા કંપનીએ પણ ફિલ્મની રિલીઝ તારીખને મોકૂફ રાખી છે.