‘તુમ્હારી સુલુ’ની સક્સેસ પાર્ટી…

હાલમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ને બોક્સ ઓફિસ પર સફળતા હાંસલ થઈ છે. દર્શકોએ આ ફિલ્મને પસંદ કરી છે. ફિલ્મની આ સફળતાની ઉજવણી કરવા માટે નિર્માતાઓએ ૨૨ નવેમ્બર, મંગળવારે મુંબઈમાં પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ફિલ્મના કલાકારો – વિદ્યા બાલન અને માનવ કૌલ ઉપરાંત નિર્માતા અતુલ કસબેકર, દિગ્દર્શક સુરેશ ત્રિવેણી તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં.