પ્રિયંકા ચોપરા જાસૂસનાં રોલમાં: અમેરિકન સ્પાઈ-થ્રિલર ટીવી શ્રેણી ‘સિટાડેલ’માં…

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને હોલીવુડ અભિનેતા રિચર્ડ મેડેન એમની આગામી અમેરિકન સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર ટેલિવિઝન સીરિઝ ‘સિટાડેલ’ના પ્રચાર માટે 3 એપ્રિલ, સોમવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ ઉપસ્થિત થયાં હતાં. જાગતિક સ્તરે પ્રદર્શિત કરાનાર જાસૂસી-રોમાંચક ટીવી સીરિઝ ‘સિટાડેલ’માં સિટાડેલ એક ગ્લોબલ સ્પાઈ એજન્સી છે અને પ્રિયંકા તથા રિચર્ડે તેમાં જાસૂસ તરીકે મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રિયંકાએ નાદિયા સિંહની ભૂમિકા ભજવી છે તો રિચર્ડ બન્યો છે મેસન કેન. બંને કલાકારે આ શ્રેણીના નિર્માણની વિગત તેમજ એમનાં અમુક અનુભવો મિડિયાકર્મીઓ સાથે શેર કર્યાં હતાં. રુસો બ્રધર્સ દ્વારા નિર્મિત આ સીરિઝ 28 એપ્રિલથી અમેરિકન વિડિયો ઓન-ડીમાન્ડ ઓટીટી સ્ટ્રીમિંગ સેવા ‘એમેઝોન પ્રાઈમ વિડિયો’ પર રજૂ કરવામાં આવશે.

(તસવીરઃ દીપક ધુરી)