દીપિકાએ ભૂટાનમાં માણી વેકેશનની મજા

બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ હાલમાં જ એનાં પરિવારજનો સાથે ભૂટાનના પ્રવાસે ગઈ હતી. સૌ ત્યાં વેકેશન માણવા ગયાં હતાં. તેઓ પારો શહેરમાં અત્યાધુનિક સુવિધાવાળા અમાનકોરા રિસોર્ટમાં રહ્યાં હતાં. આ સ્થળે એક અભ્યારણ્ય પણ છે. દીપિકાએ ત્યાં રહેતાં અમુક ગ્રાહકો અને કર્મચારીઓ સાથે ફોટા પડાવ્યાં હતાં અને પોતાનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કર્યાં હતાં.