‘ફોન ભૂત’નું ટ્રેલર રિલીઝ કરાયું…

આગામી હોરર-કોમેડી હિન્દી ફિલ્મ ‘ફોન ભૂત’નું ટ્રેલર 10 ઓક્ટોબર, મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મના આ કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં – કેટરીના કૈફ, ઈશાન ખટ્ટર, સિદ્ધાંત ચતુર્વેદી, જેકી શ્રોફ. બે મિનિટ 49 સેકંડના ટ્રેલરમાં જોઈ શકાય છે કે કેટરીનાએ ભૂતડીનો રોલ કર્યો છે જ્યારે સિદ્ધાંત અને ઈશાન ભૂતનો શિકાર બને છે. ગુરમીત સિંહ દિગ્દર્શિત આ ફિલ્મ 4 નવેમ્બર, 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. (તસવીરોઃ માનસ સોમપુરા)

(જુઓ ફિલ્મનું ટ્રેલર)