એક્સચેન્જ ફોર મીડિયા સંસ્થાની ‘ગુજરાત પત્રકારત્વ 40 અન્ડર ફોર્ટી’ની પ્રથમ આવૃત્તિ

મુંબઈઃ એક્સચેન્જ ફોર મીડિયા સંસ્થાની ‘ગુજરાત પત્રકારત્વ 40 અન્ડર ફોર્ટી’ની પ્રથમ આવૃત્તિમાં પ્રિન્ટ, ટેલિવિઝન અને ડિજિટલ મીડિયાના 40 વર્ષથી ઓછી વયનાં 40 વ્યાવસાયિકોને પસંદ કરવામાં આવશે અને એમને એવોર્ડથી નવાજવામાં આવશે. આ યાદીમાં તંત્રીઓ, રિપોર્ટરો, પત્રકારો, માર્કેટિંગ તથા ડિજિટલ મીડિયાના વ્યાવસાયિકો, વીડિયોગ્રાફરો, ન્યૂઝ પ્રોડ્યૂસરો અને વીડિયો તંત્રીઓનો સમાવેશ કરાશે.

પ્રત્યેક એન્ટ્રીની દીર્ઘપણે ચકાસણી દ્વારા અત્યંત સઘન જ્યૂરી પ્રક્રિયા બાદ 40 અસાધારણ વ્યક્તિઓની યાદી બહાર પાડવામાં આવશે જેઓ એમનાં સંબંધિત કાર્યક્ષેત્રોમાં અંતર્દષ્ટિ અને જ્ઞાનના પ્રદર્શન દ્વારા એમનાં સહયોગીઓ માટે ટ્રેન્ડસેટર બનશે.

આ જ્યૂરીના એક સભ્ય તરીકે ‘ચિત્રલેખા’ના તંત્રી હીરેન મહેતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર, e4m ના ચેરમેન ડો. અનુરાગ બત્રા, ‘અમદાવાદ મિરર’ અને ‘નવગુજરાત સમય’ના ગ્રુપ એડિટર અજય ઉમટ, અમદાવાદ ‘સીએનબીસી આવાઝ’ના બ્યૂરો ચીફ કેતન જોશી, ‘સંદેશ’-અમદાવાદના એક્ઝિક્યૂટિવ એડિટર અજય નાયક, ડેવલપમેન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનાં વડાં ડો. સોનલ પંડ્યા, ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટેટ એડિટર દેવ સુશીલ ભટનાગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

નામ નોંધાવવા આ લિન્ક પર ક્લિકઃ

https://e4mevents.com/gujarat-journalism-40-under-40-2022/