હેમા-એશાનું સહિયારું રેમ્પવોક…

મુંબઈમાં ફેશન શો ‘લેક્મે ફેશન વીક’ સમાપન દિવસના કાર્યક્રમ વખતે પીઢ અભિનેત્રી હેમા માલિની અને એમનાં પુત્રી એશા દેઓલ-તખ્તાનીએ સાથે મળીને રેમ્પ વોક કર્યું. બંનેએ આસામી ફેશન ડિઝાઈનર સંજુક્તા દત્તા દ્વારા નિર્મિત આસામી પરિધાનમાં સજ્જ થઈને રેમ્પ પર વોક કર્યું હતું. એશા પિન્ક કલરનાં બ્લાઉઝ, પ્રિન્ટેડ બોર્ડરવાળા વ્હાઈટ સ્કર્ટ અને ગુજરાતી સ્ટાઈલમાં વીંટેલા દુપટ્ટામાં બ્રાઈડલ પોશાકમાં સુંદર દેખાતી હતી તો ‘ડ્રીમ ગર્લ’ હેમા મલ્ટી-કલર્ડ સિલ્ક સાડી, પરંપરાગત બંગડીઓ, કમરબંધ અને ઈયરિંગ્સમાં સજ્જ હતાં. એશાએ આ તસવીરો પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે અને એની કેપ્શનમાં લખ્યું છે કે, ‘રેમ્પ પર હું મારી સૌથી કમ્ફર્ટેબલ જોડીદાર, મારી મમ્મી સાથે વોક કરી રહી છું.’

 

httpss://youtu.be/zyz-jnpF2_g