કરીના કપૂર-ખાન સુવર્ણ મંદિરની મુલાકાતે…

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને તેની નવી હિન્દી કોમેડી ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'ના શૂટિંગના આરંભ પૂર્વે અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કરી, પ્રાર્થના કરી હતી. ફિલ્મના અભિનેતા અને નિર્માતા આમિર ખાને પણ થોડા દિવસ પહેલાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. 'લાલસિંહ ચઢ્ઢા' 2020ના ક્રિસમસમાં રિલીઝ થવાનું નિર્ધારિત છે. આમિર અને કરીનાની આ સહ-અભિનીત ત્રીજી ફિલ્મ હશે. બંને જણ આ પહેલાં 'થ્રી ઈડિયટ્સ' અને 'તલાશ' ફિલ્મોમાં ચમક્યાં હતાં. આમિર ખાન અને એની પત્ની કિરણ રાવ તેમજ વાયકોમ 18 સ્ટુડિયોઝ કંપની 'લાલસિંહ ચઢ્ઢા' ફિલ્મનાં નિર્માતાઓ છે.


કરીનાની સાથે એનાં સહયોગી નયના સાહની પણ હતા.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]