‘ચંડીગઢ કરે આશિકી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું

આયુષમાન ખુરાના અને વાની કપૂરને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી આગામી રોમેન્ટિક હિન્દી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’નું ટ્રેલર 8 નવેમ્બર, સોમવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. અભિષેક કપૂર દિગ્દર્શિત અને ભૂષણકુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મ આવતી 10 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવનાર છે. ટ્રેલર પરથી કહી શકાય છે કે ‘ચંડીગઢ કરે આશિકી’ આધુનિક જમાનાની લવસ્ટોરી પર આધારિત છે, જેમાં અમુક વળાંક આવે છે. ફિલ્મનું ટ્રેલર ત્રણ-મિનિટનું છે જેમાં જિમ્નેશિયમમાં હેવી લિફ્ટિંગની કસરત કરતા આયુષમાન ખુરાનાના પાત્ર અને ઝુમ્બા ઈન્સ્ટ્રક્ટરનો રોલ ભજવનાર વાની કપૂરની રોમેન્ટિક સફરને સંક્ષિપ્તમાં બતાવવામાં આવી છે. ટ્રેલરમાં રમૂજ અને લાગણીને વણી લેવામાં આવી છે. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]