દિવાળીના પર્વ નિમિતે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામને દીવડાઓથી શુષોભિત કરવામાં આવ્યુ છે. અંધકારમાં ઉજાસ લાવતા આ પર્વમાં BAPS સંસ્થાનું અક્ષરધામ 10,000 દિવડાંઓથી ઝગમગી ઉઠ્યું હતું. આ સાથે અક્ષરધામ પરિસરમાં ‘ગ્લો ગાર્ડન ‘ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. રાત્રિ પ્રકાશમાં દિવડાં અને ગ્લો ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સતત 31 વર્ષથી અક્ષરધામ સંસ્થા પરંપરાગત શૈલીમાં સમાજ સક્ષમ દીપોત્સવીનો તહેવાર અને ધર્મની વાત રજુ કરે છે. ત્યારે આજે પણ સંસ્થા દ્વારા હજારો દિવડા પ્રગટાવી મંદિરને શુષોભિત કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)
