દિવાળી-2023: ધારાવી કુંભારવાડામાં તૈયાર કરાય છે માટીનાં સુંદર દીવડા

દિવાળીના તહેવારનું આગમન ખૂબ નજીકમાં છે. લોકો આ રોશનીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી શકે, ઘર ઘરમાં દીવડાનો ઝગમગાટ થઈ શકે એ માટે મુંબઈના ધારાવી વિસ્તારના કુંભારવાડા મોહલ્લામાં પ્રજાપતિ-કુંભાર જ્ઞાતિનાં કારીગરો માટીનાં અલગ-અલગ પ્રકારના, દીવડા-કોડિયા તૈયાર કરી રહ્યાં છે. આ દીવડા દીપોત્સવી પર્વમાં અમીર કે ગરીબ, તમામ લોકોનાં ઘરનાં ઓટલે કે ઉંબરે કે બારી પર મૂકાય છે. (તસવીરકારઃ દીપક ધુરી)