ભાઈ-બહેનનાં અતૂટ પ્રેમ અને પવિત્ર સ્નેહનાં પ્રતીકસમા રક્ષાબંધન તહેવાર નિમિત્તે 22 ઓગસ્ટ, રવિવારે મહિલાઓએ અમૃતસરમાં અટ્ટારી-વાઘા સરહદ બોર્ડર પોસ્ટ ખાતે ચોકીપહેરો ભરતા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોને કાંડા પર રાખડી બાંધી હતી અને એકબીજાંને રક્ષણ-સલામતીનાં આશીર્વાદ-શુભાશિષ આપ્યાં હતાં.





બીએસએફનાં મહિલા જવાન એમનાં ઉપરી અધિકારીને રાખડી બાંધે છે.
રાષ્ટ્રીય તિરંગાનાં રંગોની બનાવેલી મોટી રાખડી બતાવતાં બીએસફનાં જવાન