વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડમાં પાર્વતી કુંડ ખાતે પૂજા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 ઓક્ટોબર, ગુરુવારે ઉત્તરાખંડના પીઠોરાગઢમાં આવેલા પવિત્ર પાર્વતી કુંડ ખાતે પૂજા કરી હતી અને આદિ કૈલાશ પર્વતના દર્શન કર્યા હતા.

વડા પ્રધાને બાદમાં કહ્યું કે, ‘પવિત્ર પાર્વતી કુંડમાં દર્શન અને પૂજા કરીને હું અભિભૂત થયો છું. અહીંથી આદિ કૈલાશનાં દર્શનથી પણ મન પ્રફુલ્લિત થઈ ગયું છે. પ્રકૃતિની ગોદમાં અધ્યાત્મ અને સંસ્કૃતિના આ સ્થળેથી પરિવારજનો તથા દેશવાસીઓનાં સુખમય જીવન માટે શુભકામના કરી તથા વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરવા આશીર્વાદ માગ્યા છે.’

વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડના અલમોડામાં જાગેશ્વર ધામ મંદિરની પણ મુલાકાત લઈ ત્યાં દર્શન કર્યા હતા.

વડા પ્રધાને તદુપરાંત ગુંજી સ્થળે પહેરો ભરતા અને સરહદીય વિસ્તારોમાં સેવા બજાવતા