મુંબઈ: નેસ્કો સેન્ટર-ગોરેગાંવમાં નવરાત્રી ઉત્સવ ‘રંગીલો રે ૨૦૧૮’

0
2074
મુંબઈના ગોરેગાંવ (ઈસ્ટ)ના નેસ્કો કોમ્પલેક્સ (Nesco IT Park), વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ખાતે ઈન્ડોર એરકન્ડિશન્ડ નવરાત્રી ઉત્સવ ‘રંગીલો રે ૨૦૧૮’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં રોજ સુપ્રસિદ્ધ બહુમુખી ગાયક પાર્થિવ ગોહિલ દ્વારા સ્વરબદ્ધ રાસ-ગરબાઓ પર અને ઝાકઝમાળભરી લાઈટિંગ વ્યવસ્થા વચ્ચે હજારો ઉત્સાહી રાસરસિયા, ગરબાખેલૈયાઓ નવરાત્રીનો આનંદ માણે છે. (તસવીરોઃ મૌલિક કોટક)