મુકેશ અંબાણી અબુધાબીમાંઃ સૂચિત BAPS મંદિર વિશે જાણકારી મેળવી

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હાલમાં જ અબુધાબીની મુલાકાતે ગયા હતા અને અબુધાબીના પાટવીકુંવર શેખ નાહયનને મળ્યા હતા. અબુધાબી શાસકે એમના દેશમાં BAPS હિન્દુ મંદિર બાંધવા માટે જમીન ફાળવી છે. આ મંદિર કેવું હશે એ વિશેની જાણકારી અંબાણીને આપવા માટે શેખ નાહયને BAPSના બ્રહ્મવિહારી સ્વામીને આમંત્રિત કર્યા હતા. સ્વામીજીએ મંદિરના ઈતિહાસ, અબુધાબીના પાટવીકુંવર તરફથી મળેલી જમીનની ગિફ્ટ તેમજ આ મંદિર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદ્રષ્ટિ વિશેની જાણકારી અંબાણીને આપી હતી.