GalleryCulture ભક્તોને રાહત અને આનંદ; ભગવાનના દીવ્ય દર્શનનો લાભ ફરી મળતો થયો… November 16, 2020 મહારાષ્ટ્ર રાજ્યમાં મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા સહિત તમામ ધાર્મિક સ્થળોને 16 નવેમ્બર, સોમવારથી ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે આ ધાર્મિક સ્થળોને આઠ મહિનાથી બંધ રાખવામાં આવ્યા હતા. આ તસવીરો છે મુંબઈની પડોશના મીરા રોડ (થાણે જિલ્લા) ઉપનગરમાં આવેલા ‘ઈસ્કોન’ સંસ્થાના કૃષ્ણ મંદિરની. ત્યાં આજે સવારથી અનેક ભક્તો-દર્શનાર્થીઓ માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવા જેવી કોવિડ-19 માર્ગદર્શિકાઓના પાલન સાથે લાઈનમાં ઊભેલાં અને મંદિરમાં જઈ દર્શન કરતાં જોવા મળ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)