અમદાવાદ: 8 એપ્રિલના રોજ સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી. 4 કલાક ચાલેલી બેઠક બાદ તમામ CWC સભ્યોનું સરદાર સ્મારક બહાર ફોટો સેશન થયું.આ વર્ષે મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે 100 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કર્યું.
અગાઉ CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ.
CWCની બેઠક બાદ સચિન પાઇલોટે જણાવ્યું કે, અમે ઉદયપુર ડેક્લેરેશન-2022 લાગુ કર્યુ છે. અમે લોકો સુધી જઈશું. દેશમાં જનચેતના ફેલાવીશું.
(તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ)
