નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તે અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સૌથી પ્રભાવશાળી મંત્રી રહ્યાં છે. ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર મહોર લગાવવામાં આવી છે. મંગળવારે AAP સંયોજક કેજરીવાલે સિવિલ લાઇન્સ સ્થિત આવાસ પર બેઠક બોલાવી હતી. તેમાં સર્વસંમતિથી નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરવામાં આવી હતી. આતિશી પંજાબના રાજપૂત પરિવારમાંથી આવે છે અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. આતિશી વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને 2023માં પહેલીવાર કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા હતાં. હવે એક વર્ષ બાદ જ 2024માં તેઓને મુખ્યમંત્રી બનવવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ 2019માં પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને 4.77 લાખ મતથી હરાવ્યા હતાં.