ફિનિશિંગથી ટેટૂ બનશે આકર્ષક

જકાલ ટેટૂ કરાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને યંગસ્ટર્સમાં ટેટૂ કરાવવાનો શોખ વધુ જોવા મળી રહ્યો છે. ટેટૂ કરાવવાથી તમારી પર્સનાલિટી કંઇક અલગ જ લાગે છે. અત્યારે યુવતીઓ બોડીના અલગ-અલગ પાર્ટ્સ પર ટેટૂ કરાવવાનો શોખ પૂરો કરતી હોય છે. યુવતીઓ નેક, કમર, નાભિ પર પણ ટેટૂ કરાવતી હોય છે. તો કોઇ છોકરીઓ એવી પણ હોય છે કે ટેટૂ કરાવે છે પરંતુ કોઇ સામે દેખાડો નથી કરતી. પણ મોટે ભાગે જોવા જઇએ તો યુવતીઓ હાથ પર, પગ પર, આંગળીઓ પર, નેક પર ટેટૂ કરાવવાનો વધુ શોખ રાખે છે.હવે માર્કેટમાં ટેટૂના ભાવ પણ ઓછા થઇ ગયાં છે. તમે મોલમાં કે કોઇ ટેટૂ શોપમાં જશો તો ટેટૂ કરાવવા માટે ઓફર ચાલતી હોય છે. એટલે હવે ટેટૂ કરાવવુ પહેલા કરતા બહુ સસ્તુ થઇ ગયુ છે. ટેટૂ કરાવતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઇ સારી ટેટૂ શોપમાં જ કરાવવાનો આગ્રહ રાખો. કારણ કે એનાથી તમારા ટેટૂનું ફિનિશિંગ પણ સારુ આવશે અને આ પ્રકારની ટેટૂ શોપ વાળા પ્રોફેશનલ હોય છે. જે ટેટૂ કરવા માટે દરેક માટે નવી સિરિંજનો કરે છે. આમ પણ ઘણીવાર જો ટેટૂ જેવુ કીધુ હોય એવુ ન થાય તો મૂડ જ ખરાબ થઇ જાય છે અને ત્યારબાદ કંઇ થઇ પણ નથી શકતુ. જો કે એકવાર ટેટૂ કરાવ્યા બાદ રીમુવ કરાવી શકાય છે પણ રીમુવ કરાવવા માટેની જે પ્રક્રિયા છે એ ખૂબ જ પીડાદાયક હોય છે. હવે વાત કરીએ તમે ટેટૂ કઇ જગ્યાએ, કેવી રીતે કરાવશો તો સારુ લાગશે.

સૌથી પહેલા તો હાથની વાત કરીએ, હાથની આંગળીઓમાં દેખાય એ રીતે આંગળીઓ પાછળ નાનુ ટેટૂ કરાવી શકો છો જે દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. ટેટૂ તમારા હાથને એક ડીફરન્ટ લુક આપશે. અને એમાં પણ ખાસ કરીને તમે વેસ્ટર્ન કપડા પહેરશો એમાં આ પ્રકારનું ટેટૂ સારો લુક આપશે. પગની આંગળીઓ પર પણ ટેટૂ કરાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. જો કે બૌ ઓછા લોકો આ પ્રકારનું ટેટૂ કરાવતા હોય છે. પગના અંગૂઠાની પાછળ નાનુ એવુ ટેટૂ કરાવતા હોય છે. જો તમે કાન પાછળ ટેટૂ કરાવશો તો બૌ જ યુનિક લાગશે. કાન પાછળનું ટેટૂ કોઇ પણ લુકમાં સારુ લાગે છે. તમે સાડી પહેરી હોય કે વન પીસ પહેર્યુ હોય દરેકમાં સારુ લાગશે. પરંતુ તમે કાન પાછળ જે ટેટૂ કરાવો છો એની સાઇઝ થોડી નાની હોવી જોઇએ અને એ ટેટૂની પસંદગી પણ સારી હોવી જોઇએ જેથી કરીને દેખાવમાં પણ સારુ લાગે. કારણ કે જો તમે કાન પાછળ મોટુ ટેટૂ કરાવશો તો એ તમારા ટેટૂનો આખો લુક બગાડી નાખશે અને સારુ પણ નહી લાગે.તમે નેક પર ટેટૂ કરાવી શકો છો જે અત્યારે મોટા ભાગની યુવતીઓની પસંદ બની રહ્યુ છે. ગરદન પાછળ તો તમે મોટુ ટેટુ કરાવશો તો પણ સારુ લાગશે. તમે ચાહો તો સ્ટાઇલિશ રીતે તમારુ અથવા તમારા પાર્ટનરનું નામ પણ લખાવી શકો છો. અત્યારે સૌથી વધુ જે ટેટૂનો ક્રેઝ છે એવુ એન્કલ ટેટૂ દેખાવમાં ખૂબ જ મસ્ત લાગે છે. એન્કલ ટેટૂથી તમારા પગ ખૂબ સુંદર લાગશે. તમારા પગની સ્કિન વ્હાઇટ હોય તો તો પછી એન્કલ ટેટૂ બેસ્ટ લાગશે. જો તમને ટેટૂ કરાવવાનો શોખ હોય અને કરાવવુ જ હોય તો એન્કલ ટેટૂ પર પહેલી પસંદ ઉતારવી જોઇએ. આ સાથે યુવતીઓ નાભિ અને શોલ્ડર પર પણ ટેટૂ કરાવતી હોય છે. બટરફ્લાય, સ્ટાર્સ, બર્ડ્સની યુવતીઓ પહેલી પસંદગી કરતી હોય છે. પણ જો તમારે કાંઇક યુનિક કરાવવુ હોય તો કંઇક નવી ડીઝાઇન અથવા જેનો કંઇક અર્થ હોય એવુ ટેટૂ કરાવવાનો આગ્રહ રાખો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]