ઇન્ટરવ્યૂ કોલ? કરો આ તૈયારી…

ન્ટરવ્યૂ પહેલાં આપણે ઘણાં ગભરાઇ જતાં હોઇએ છીએ અને અડધો મામલો એમાં જ બગડી જતો હોય છે. ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એક પેન, ડોક્યુમેન્ટથી લઇને ડ્રેસિંગ સ્ટાઇલ સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે. યુવકો તો ઇન્ટરવ્યૂ માટે ફોર્મલ કપડાં પહેરી, શેવિંગ કરીને ડોક્યુમેન્ટ્સ લઇને પહોંચી જાય છે પરંતુ યુવતીઓને ઇન્ટરવ્યૂ માટે તૈયાર થવું ખૂબ અઘરું પડતું હોય છે.ઇન્ટરવ્યૂ દરમિયાન મેકઅપ કરવો કે ન કરવો, મેકઅપ કરવો તો કેટલો કરવો આવી તમામ બાબતોને લઇને યુવતીઓ મૂંઝાતી હોય છે. તમારી પર્સનાલિટી પણ ઇન્ટરવ્યૂ માટે ખૂબ મહત્વની હોય છે. આવા સમયે યુવતીઓએ જો હળવો મેકઅપ કરેલો હશે તો એનાથી એક અલગ જ કોન્ફીડન્સ મળશે. ઘણાં લોકોને પર્સનાલિટી અને વર્તન પરથી જ જજ કરી લેતાં હોય છે.

તમે ઇન્ટરવ્યૂમાં જવાના હોવ તો આગળના દિવસે જ તૈયારી શરૂ કરી દેવી. સૌથી પહેલાં તો તમારા તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરી લો અને એની એક ફાઇલ બનાવી દો. એક પણ ડોક્યુમેન્ટ્સ ખોવાય નહીં અને ભૂલી ન જવાય એ રીતે દરેક વસ્તુ યોગ્ય રીતે મૂકી રીચેક કરી લો. ત્યારબાદ ફાઇલ સાથે એક પેન અને એક નાની ડાયરી પણ સાથે રાખો. જે તમને ખૂબ મદદરૂપ બની રહેશે. ડોક્યુમેન્ટ રેડી થઇ ગયા બાદ હવે વાત તમારા કપડાંની.

તો પહેલાં તો તમે એ જોવો કે કઇ કંપનીમાં ઇન્ટરવ્યૂ છે, કેવો માહોલ છે એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને કપડાં નક્કી કરો. ઇન્ટરવ્યૂમાં કપડાં તો ફોર્મલ જ પહેરવાના છે પરંતુ કુર્તી-લેગિંગ્સ પહેરશો કે ફોર્મલ પેન્ટ અને એની ઉપર શર્ટ અને ટોપ પહેરશો એ તમારે નક્કી કરવાનું છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે એક ઇન્ટરવ્યૂમાં જાવ છો તો ભપકેદાર અથવા તો ખૂબ ડાર્ક કલરના કપડાં ન પહેરો.હવે વાત તમારા સૌંદર્યની. તમારી અંદરની સુંદરતાની સાથે-સાથે બહારી સુંદરતા હોવી એટલી જ જરૂરી છે. આપણે સામાન્ય રીતે ફેશવોશથી મોં ધોતા હોઇએ છીએ.. પરંતુ ઇન્ટરવ્યૂના આગળના દિવસે ચહેરા પર ટમેટાનો રસ લગાવો જે તમને ઘરે આરામથી મળી જશે. ત્યારબાદ ટમેટાના પલ્પનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ટમેટાંનો રસ લગાડ્યા બાદ બીજા દિવસે તેના પલ્પને સ્ક્રબરની રીતે ચહેરા પર લગાવો. તમે ઇન્ટરવ્યૂ માટે જાવ ત્યારે ફાઉન્ડેશન લગાડો. અને જો તમારા ચહેરા પર દાગ-ધબ્બા હોય તો કન્સીલર લગાવી તેને છૂપાવી દો. આમ પણ કહેવાય છે ને કે ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન’. તમારી પહેલી ઓળખ જેવી પડશે એ છેલ્લે સુધી જળવાઇ રહેશે.

ત્વચાની સાથે વાળનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઇન્ટરવ્યૂમાં વાળ ખુલ્લાં રાખીને જવું સારુ નથી લાગતું. તો તમે વાળને પીનઅપ કરીને અથવા તો પોનીટેલ કરીને જઇ શકો છો. જે તમને એક આકર્ષિક લૂક આપશે. તમારા કપડાંને અનુરૂપ પણ તમે હેર સ્ટાઇલ કરી શકો છો. હવે તમે ઇન્ટરવ્યૂમાં જાવ છો ત્યારે હંમેશા હળવો મેકઅપ કરવો. કારણ કે વધુ પડતા મેકઅપને પ્રોફેશનલી માનવામાં નથી આવતું. ફાઉન્ડેશન, કન્સીલર, કાજલ, મસ્કરા અને લાઇટ કલરની લિપસ્ટીક કરવી. કાજલ અને મસ્કરાથી તમારી આંખો સારી દેખાશે. આ સાથે જ જો તમારી આઇ બ્રો અને અપર લિપ્સ વધી ગઇ હોય તો એ સૌથી પહેલા સેટ કરી લેવી કારણ કે એના પર ખાસ દરેકનું ધ્યાન જતું હોય છે. આઇ બ્રો સેટ કરી પેન્સિલથી તેને સરખી કરી દો. ઇન્ટરવ્યૂમાં જાવ ત્યારે હંમેશા ટીશ્યૂ પેપર અને નાનો મિરર રાખવો. જેથી મેકઅપ ખરાબ થાય તો તેને સરખો કરી શકો. અને પાણીની એક નાની બોટલ અને સાથે ચોકલેટ-પીપર રાખવાનું પણ ન ભૂલશો કારણ કે જો તમે ઇન્ટરવ્યૂ પહેલા નર્વસ ફીલ કરો તો એને મોંમાં રાખો. પરંતુ આટલી વસ્તુ કરશો તો નર્વસ થવાની કોઇ જ જરૂર નહી પડે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]