વજુ કોટકઃ ૬૦મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ…

‘ચિત્રલેખા-બીજ-જી’નાં સંસ્થાપક-તંત્રી વજુ કોટકને ૬૦મી પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ

પૂરું નામ: વજુ લખમશી કોટક

જન્મ: ૩૦ જાન્યુઆરી, ૧૯૧૫-રાજકોટ

નિર્વાણદિન: ૨૯ નવેમ્બર, ૧૯૫૯-મુંબઈ

લેખક-પત્રકાર તરીકેની ઉજ્જવળ કારકિર્દીના અરસામાં વજુ કોટકની કલમે સ્પર્શ પામ્યો ન હોય એવો એક પણ વિષય નહોતો. નવલકથા ઉપરાંત લઘુકથા, દ્રષ્ટાંતકથા, જાસુસકથા અને જીવનકથા જેવાં કથા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો એમની કલમે ખેડાયાં અને તેમાંથી વાચકોને સમૃદ્ધ પાક સાંપડતો જ રહ્યો.

ઘટનાના એક કણમાંથી નવલકથાનું વટવૃક્ષ ખડું કરી દેવાનું મુશ્કેલ કાર્ય, એમની કલમ સહેજપણે છતાં ચમત્કારિક રીતે કરી શકતી હતી. વાચકોને જકડી લઈ પ્રવાહમાં ખેંચી જવાની વિશિષ્ટ શૈલી એમની કલમને વરી હતી. અને એટલે જ તેઓ આજે પણ લાખો વાચકોના લાડકવાયા લેખક બની રહ્યા છે.

તો વાંચો વજુભાઈની ‘સપ્તરંગી’ કલમપ્રસાદી…


વજુ કોટક લિખિત ‘પ્રભાતનાં પુષ્પો’ એટલે ચિંતનાત્મક રત્નકણિકાઓનો સંગ્રહ…

એમના આ સર્જને વાચકોની અપૂર્વ ચાહના પ્રાપ્ત કરી છે. ‘પ્રભાતનાં પુષ્પો’ એટલાં બધા લોકપ્રિય થયા છે કે એને ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં પણ પ્રગટ કરવા પડ્યા છે અને ચારેય ભાષામાં વાચકોએ એને ઉત્તમ પ્રતિસાદ આપ્યો છે.

એવું એક ‘પુષ્પ’ અહીં પ્રસ્તુત છેઃ