લોનાવલા: વીકએન્ડમાં કુદરતના સાંનિધ્યમાં શાંતિ

મહારાષ્ટ્રનું લોકપ્રિય હિલસ્ટેશન છે. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું આ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ વીકએન્ડમાં આરામ કરવા માટે કે ટ્રેકિંગની મજા માણવા માટે ઉત્તમ છે.

ગાઢ જંગલો, પાણીનાં નાનાં-મોટાં અસંખ્ય ધોધ, સરોવરોની નજીક આવેલો ડેમ લોનાવલાની સુંદરતામાં વધારો કરે છે. શહેરના રોજિંદા ધમાલીયા જીવનથી બે દિવસ માટે મુક્ત કરાવે છે લોનાવલાની વ્યાપક હરિયાળી. ચોમાસાની ઋતુમાં આનંદ ડબલ મળે.

પ્રિયજનોની સાથે શાંતિપૂર્ણ હોલીડે માણવો હોય તો પહોંચી જાવ લોનાવલા.

મુંબઈથી નજીક – અઢી કલાકના અંતરે. ટ્રેકિંગના શોખીનોએ સારી ક્વાલિટીના ટ્રેકિંગ શૂઝ પહેરવા, મોજાંની એક્સ્ટ્રા જોડી સાથે રાખવી. સનસ્ક્રીન લોશ કે અન્ય સ્કીન મોઈશ્ચરાઈઝર્સ, પાણીની બોટલો, ટ્રેન્ડી બેકપેક, એનર્જિ બાર કે સૂકો નાસ્તો, બે સનગ્લાસ, કેમેરા, કેપ અથવા હેટ સાથે રાખવાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]