સુદામાનગરી, ગાંધીબાપુની જન્મભૂમિ – પોરબંદર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુનું જન્મસ્થળ, વિશ્વના નકશા પર ગૌરવભર્યું સ્થાન ધરાવતું શહેર છે, પોરબંદર. ‘પૌર’ શબ્દ ‘વેપારીપ્રજા’નો વાંચક છે. ‘પોરબંદર’ એટલે વેપારી પ્રજાનું દરિયાકાંઠે વસેલું ગામ. ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા ભકત શ્રી સુદામાનું પુનિત સ્થાન જેટલું પ્રાચીન પોરબંદર શહેર સુદામાપુરી તરીકે પ્રસિદ્ધ થયું છે. બંદરગાહ શહેર પોરબંદર નેશનલ હાઈવે 8B, 8E દ્વારા રાજકોટ, અમદાવાદ, જામનગર, દ્વારકા, વેરાવળ, ભાવનગર જેવા ગુજરાતના અન્ય મોટા શહેરો સાથે જોડાયેલું છે. રેલવે સ્ટેશન ઉપરાંત એનું પોતાનું એરપોર્ટ પણ છે. પોરબંદરનો સાગર કિનારો સહેલાણીઓ માટે ફરવાનું અનોખું આકર્ષણ ધરાવે છે. ખાદી વણાટકામ વણકરોની રોજીરોટી છે, સોના-ચાંદીના દાગીના, હાથસાળની વણાટ, પાટી, દોરડા, ધાબળી, અન્ય-વણાટ કામગીરી, ખત્રીઓના રંગાટ-બાંધણી-પટોળાં, વોરાજી દ્વારા પોટાશ, રેશમ-જરીકામ, વાસણનું કલીકામ, ખમણ ઢોકળા (ફરસાણ) પોરબંદરની વિશેષતા છે.

હનીમૂન કે ફેમિલી વેકેશન ટુર કે વ્યક્તિગત પ્રવાસ-પર્યટન માટે પોરબંદરની મુલાકાત લેવા જેવી.

પોરબંદરના જોવાલાયક સ્થળોઃ

ચોપાટી બીચ

કીર્તિ મંદિર (મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ)

કૃષ્ણ-સુદામા મંદિર

પક્ષી અભયારણ્ય

સરતાનજીનો ચોરો

જાંબુવન ગુફા

તારા મંદિર

ભારત મંદિર

શ્રી હરિ મંદિર

હરસિદ્ધિ માતા મંદિર

બિલેશ્વર મંદિર

પોરબંદરમાં આ ઉપરાંત બીજા પણ ઘણા જોવાલાયક સ્થળો છે જેમ કે, માધવપુર ઘેડ, ખિમેશ્વર મંદિર, રાણા બાપુનો મહેલ, રંગબાઈ બીચ, રોકડિયા હનુમાન મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર, સાઈબાબા મંદિર, કમલા નેહરુ પાર્ક, સુન્ની વોરા મસ્જિદ, રાણીબાગ પાર્ક, સત્યનારાયણ મંદિર, જડેશ્વર મંદિર, વિશ્વકર્મા  પ્રભુજી મંદિર, બાર્ડા હિલ્સ વાઈલ્ડલાઈફ સૅંક્ચ્યૂઅરી (અભયારણ્ય).