અમેરિકી વૈજ્ઞાનિકોએ બનાવ્યું વિશ્વનું સૌથી શક્તિશાળી કમ્પ્યૂટર

મેરિકી વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી શક્તિશાળી કમ્પ્યુટર બનાવ્યું છે. આ સુપર કોમ્પ્યુટર 1 સેકન્ડમાં 2,00,000 ટ્રિલિયન (2 લાખ કરોડ)થી વધુ ગણતરી કરે છે. આ સુપર કોમ્પ્યુટર પાંચમી જનરેશન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું એક અજોડ ઉદાહરણ છે. અમેરિકાના ઊર્જા વિભાગ ઓક રીજ નેશનલ મુજબ, તે છેલ્લા સૌથી વધુ શક્તિશાળી સુપરકોમ્પ્યુટર ટાઇટનથી 8 ગણું શક્તિશાળી છે. વિજ્ઞાનીઓએ તેને સમિટ નામ આપ્યું છે.

કરોડોની ગણતરીઓ 1 સેકન્ડમાં કરી શકાય છે
વૈજ્ઞાનિકોના દાવાને ધ્યાનમાં લેતા, આ સુપર-કમ્પ્યુટર સમિટ 1 સેકન્ડમાં 3 અબજ મિશ્ર ગણતરી કરી શકે છે. અમેરિકાના એનર્જી અધ્યક્ષ રિક પેરી મુજબ, આ સુપર કમ્પ્યૂટર વૈજ્ઞાનિકોને અત્યાધુનિક નવા પડકારોનો સામનો કરવામાં સહાય કરશે. તેને આઇબીએમ એસી 922 સિસ્ટમ આપવામાં આવી છે, જે 4,608 સર્વરોને એક સાથે કમ્પ્યૂટ કરી શકે છે. દરેક સર્વરમાં 22-કોર આઇબીએમ પાવર 9 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમજ NVIDIA ટેસ્લા V100 જીપીયુ (ગ્રાફિકલ પ્રૉસેસિંગ યુનિટ) એક્સિલરેટર આપવામાં આવ્યું છે, જે ડ્યુઅલ રેલ Mellanox EDR 100 ગીગા બાઇટ પ્રતિ સેકન્ડ સાથે ઇન્ટર કનેક્ટેડ છે.

ડેટા ઉચ્ચ બૅન્ડવિથમાં મોકલી શકાય છે
સમિટના માધ્યમથી 10 પેટાબાઇટ્સથી વધુ મેમરીનો ડેટા ઉચ્ચ બેન્ડવિડ્થમાં મોકલી શકાય છે. આ કટિંગ એજ હાર્ડવેર અને રોબસ્ટ ડેટા સબસિસ્ટમને સીપીયૂ-જીપીયૂ આર્કિટેક્ચર સાથે 27 પેટાફ્લૉપ્સ ટાઇટન સાથે 2012 માં તૈયાર કરવામાં આવી હતી. સંશોધકોએ વિશ્વના પ્રથમ એક્સાસેલ સાઇંટિફિક કેલ્ક્યુલેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશિષ્ટતા સાથે તેને તૈયાર કર્યું છે. અમેરિકી એનર્જી નેશનલ લાઇબ્રેરીના વૈજ્ઞાનિક ડેન જેકોબસન અને વેન જુબર્ટના નેતૃત્વમાં આ સુપર કોમ્પ્યુટર બનાવાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]