ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમ, પ્યાર મહોબત નો મહિનો. ખાસ કરીને યુવાનોમાં આ મહિનો ફેવરિટ હોય છે. 7મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી અનેક પ્રકારના જુદા-જુદા દિવસોની ઉજવણી થાય છે. પણ વેલેન્ટાઈન ડે પુર્ણ થતા જ શરૂ થાય છે નફરતના દિવસો. એટલે કે ‘એન્ટી-વેલેન્ટાઈન વીક’. જી હા થોડા વર્ષોથી 15મી ફેબ્રુઆરીથી 21મી ફેબ્રુઆરી સુધી એન્ટી-વેલેન્ટાઈન વીક ઉજવવાનો નવો રિવાજ શરૂ થયો હોય એમ લાગે છે. તો ચાલો જાણીએ આ એન્ટી-વેલેન્ટાઈન વીકમાં કયા દિવસો ઉજવવામાં આવે છે.
સ્લેપ ડેઃ 15મી ફેબ્રુઆરીએ એન્ટી-વેલેન્ટાઈન વીકમાં સ્લેપ ડે પ્રથમ આવે છે. એવું કહેવાય છે કે જો કોઈનું બ્રેકઅપ થાય છે, તો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને ભૂલી જવા માટે, તેના દ્વારા આપવામાં આવેલા પ્રેમમાં પીડા, તણાવ અને વિશ્વાસઘાતને દૂર કરવા માટે ઉજવણી કરે છે. આ દિવસ તમારા જીવનમાંથી તે કડવા અનુભવોને દૂર કરવાનો સમય છે.
કિક ડેઃ 16મી ફેબ્રુઆરી કિક ડે એ વેલેન્ટાઈન વિરોધી સપ્તાહનો બીજો દિવસ છે આમાં પણ, ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની નકારાત્મક અને કડવી લાગણીઓને જીવનમાંથી લાત મારીને ઉજવવામાં આવે છે.
પરફ્યુમ ડેઃ 17 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમમાં બ્રેકઅપ થયું હોય એવા લોકો પોતાનું મનપસંદ પરફ્યુમ લગાવીને ફરવા જાય છે. એમ કહી શકાય છે. પરફ્યુમની તાજગી સાથે નવી શરૂઆત કરવાનો આ દિવસ છે.
ફ્લર્ટ ડેઃ 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. ફ્લર્ટ ડે પર તમે નવા મિત્ર સાથે કનેક્ટ થઈ શકો છો. તેને જાણી અને સમજી શકે છે. તમે તેની તરફ મિત્રતાનો હાથ લંબાવી શકો છો. આ દિવસનો અર્થ એ નથી કે તમે કોઈની સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરો.
કન્ફેશન ડેઃ 19 ફેબ્રુઆરી એટલે કન્ફેશન ડે. આ દિવસે, તમે તમારા જીવનસાથી અથવા કોઈપણ નજીકના મિત્રને તમારી અંદરની લાગણીઓ કહી શકો છો. જો તમે કોઈ ભૂલ કરી હોય, તો આ દિવસ એની કબૂલાત કરી માફી પણ માંગી શકાય. પોતાના જીવનસાથી, મિત્રો, પરિવારના સભ્યોને ભવિષ્યમાં કોઈ ભૂલ ન કરવાનું વચન પણ આપી શકો છો.
મિસિંગ ડેઃ 20 ફેબ્રુઆરીએ ઉજવાય છે મિસિંગ ડે. જો તમે કોઈને મિસ કરી રહ્યાં હોવ તો તેને વ્યક્ત કરવાનો આ દિવસ છે. જો તમારી પત્ની, બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ દૂર છે અને તમે તેને મિસ કરી રહ્યાં છો, તો આ દિવસ તમને તમારી લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે.
બ્રેકઅપ ડેઃ 21મી ફેબ્રુઆરી એટલે એન્ટિ-વેલેન્ટાઇન ડેનો છેલ્લો દિવસ. જે સંબંધમાં તમને ખુશી ન મળતી હોય, જેની સાથે તમે રહેવા ન ઈચ્છતા હોવ એ લોકો સાથે આ દિવસે તમે બ્રેકઅપ કરી શકો છો.
પ્રેમ કે નફરત માટે આ મહિનામાં પુરા 15 દિવસની ઉજવણી કરવામાં આવે છે. હકીકતમાં આ એક પ્રકારની લાગણી વ્યક્ત કરવાના દિવસો છે. બાકી તો પ્રેમ કે નફરત વ્યક્ત કરવા માટે લોકો ખાસ દિવસની રાહ થોડી જોવે.