આજે નેશનલ સેેન્ડવિચ ડે… જાણો સેન્ડવિચનો ઈતિહાસ

સેન્ડવિચ… નામ સાંભળતા જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય. પણ શું તમે જાણો છો કે આજે નેશનલ સેન્ડવિચ ડે છે? 3 નવેમ્બર 1762ના રોજ સેન્ડવિચનું નામકરણ કરવામાં આવ્યું હતું. જો તમે ખાવાના શોખીન હશો તો ચોક્ક્સ ક્યારેક તો તમે વિચાર કર્યો જ હશે કે સેન્ડવિચનો જન્મ ક્યારથી થયો. હકીકત એવી છે કે મેરેથોન પોકર ગેમ યોજાઈ હતી તે દરમિયાન કરોડો લોકોને ખૂબ પસંદ એવા આ ફૂડનુ નામ 1762માં રાખવામાં આવ્યું હતું. બ્રિટિશ સ્ટેટ્સમેન જોન મોન્ટેગે ઘણીબધી વસ્તુઓનું મિશ્રણ કરીને એક મીક્સચર બનાવ્યું હતું અને તેને બે બ્રેડની વચ્ચે મુકવામાં આવ્યું અને તેનું નામ સેન્ડવિચ આપવામાં આવ્યું. સેેન્ડવિચ એક જગ્યા એટલે એક સ્થળના નામ પરથી પડ્યું છે. સેન્ડવિચ નામનું સ્થળ સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં છે.બ્રિટિશ સ્ટેટ્સમેન જોન મોન્ટેગ આ જગ્યાના ચોથા વારસદાર હતા. અને ત્યારથી તેમના દ્વારા બનાવાયેલા આ ફૂડનું નામ સેન્ડવિચ પડ્યું. અમેરિકાની જો વાત કરીએ તો અમેરિકામાં એક બાળક દસમું ધોરણ પાસ કરે છે, ત્યાં સુધીમાં તે 1500 પીનટ અને સેન્ડવિચ ખાઈ ચૂકયો હોય છે. આપને એ પણ જણાવી દઈએ કે દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ 28,000 અમેરિકી ડૉલર એટલે અત્યારની કીમત અનુસાર આશરે 18 લાખ રૂપિયામાં વેચાઈ હતી. ગ્રિલ્ડ ટોસ્ટ સેન્ડવિચને વર્જિન મેરીના એક ફોટોગ્રાફ સાથે આપવામાં આવી હતી. આ સેન્ડવિચ 2004ના વર્ષમાં વેચવામાં આવી હતી.

નેશનલ સેન્ડવિચ ડે પર અમેરિકાના લગભગ તમામ સ્ટોર્સ પર આજે વર્લ્ડ સેન્ડવિચ ડે નિમિત્તે અલગ-અલગ પ્રકારની ઓફર આપવામાં આવી રહી છે. તો કેટલાક સ્ટોર્સ પર વહેલા તે પહેલાના ધોરણે મફતમાં સેન્ડવિચ આપવામાં આવી રહી છે. તો કેટલીક જગ્યાએ સેન્ડવિચ સાથે કોલ્ડ ડ્રિંક્સ ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે. તો અમેરિકાના કેપ્રીઓટ્ટીઝમાં તો 9 ઈંચની સેન્ડવિચના ભાવમાં 12 ઈંચની સેન્ડવિચ આપવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]