વિશ્વનો છેલ્લો જીવતો ઉત્તરીય નર સફેદ ગેંડો અનેક મહિનાઓની બીમારી પછી મૃત્યુ પામ્યો છે. કેન્યામાં ઓલ પેજેટા કન્ઝર્વન્સી ખાતે ૪૫ વર્ષનો આ સુદાન નામનો ગેંડો ઉંમરને લગતી જટિલતા વધી જતાં ૧૯ માર્ચે મૃત્યુ પામ્યો હતો. તેના પરિવારમાં તેની પુત્રી અને પ્રપૌત્રી છે જે આ પ્રકારના ગેંડામાં બે જ હવે બચ્યાં છે.હવે જો ઉત્તરીય સફેદ ગેંડાની પ્રજાતિ બચાવવી હોય તો એક જ રસ્તો છે વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈવીએફ) ટૅક્નિકનો સહારો.
પ્રશ્ન એ થાય કે આ પ્રકારના ગેંડા શા માટે જૂજ જ છે?
અંગ્રેજીમાં રહાઇનોસેરોસ તરીકે ઓળખાતા ગેંડાની પાંચ પ્રજાતિ છે- અને હાથી પછી બીજી સૌથી મોટી ભૂચર સસ્તન પ્રજાતિ છે. સફેદ ગેંડામાં બે પેટા પ્રજાતિઓ છે: દક્ષિણીય સફેદ ગેંડો. તેની સંખ્યા અંદાજે ૨૦,૦૦૦ જેટલી છે જે વનમાં રહે છે, પરંતુ ઉત્તરીય સફેદ ગેંડાની પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે.
સુદાન જે માનવના ૯૦ વર્ષ જેટલા વર્ષનો હતો, તે આ લુપ્ત થતી પ્રજાતિમાં છેલ્લો જીવંત નર ગેંડો હતો. તે પહેલાં વર્ષ ૨૦૧૪માં આવા જ એક નર ગેંડાનું કુદરતી મૃત્યુ થયું હતું. મધ્ય આફ્રિકાના રિપબ્લિક યુગાન્ડામાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં શિકાર દરમિયાન સુદાન અને ચાદ મોટા પાયે શિકાર થયા હતા. એશિયામાં ચીની દવામાં ગેંડાના શિંગડાનો બહુ મોટા પાયે ઉપયોગ થાય છે. આ કારણે તેનો શિકાર પણ ખૂબ જ થતો હતો. આ ઉપરાંત યમનમાં કટારીના હેન્ડલમાં પણ તેના શિંગડાનો ઉપયોગ થતો હતો.
છેલ્લા કેટલાક ડઝન ઉત્તરીય સફેદ ગેંડાઓ કોંગોમાં હતા જે વર્ષ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં લડાઈમાં માર્યા ગયા હતા. વર્ષ ૨૦૦૮ સુધીમાં ઉત્તરીય સફેદ ગેંડાને નાશ થતી પ્રજાતિ તરીકે ગણવા લાગ્યા હતા.
હવે આ સુદાનનું મૃત્યુ કેવી રીતે થયું તે પણ જાણીએ. આ વૃદ્ધ ગેંડાને તેના સ્નાયુ અને હાડકામાં ઉંમરના કારણે થતા ફેરફાર તેમજ ચામડી પર પડેલા તીવ્ર ઘા માટે સારવાર આપવામાં આવતી હતી. તે ઊભો પણ નહોતો થઈ શકતો. છેલ્લા ૨૪ કલાકમાં તેની પીડા વધી ગઈ હતી. પશુ ચિકિત્સકોએ તેને ઓલ પેજેટા કન્ઝર્વન્સીમાં મૂકી દીધો હતો.
સુદાનની માદા સાથીઓ નાજીન (આઈ) અને ફાતુ (આર) કેન્યામાં સશસ્ત્ર સુરક્ષા વચ્ચે રહે છે, જેથી તેને શિકારથી બચાવી શકાય.
સુદાન વર્ષ ૨૦૦૯ સુધી ઝેક રિપબ્લિકના દ્વુર ક્રેલવ ઝૂમાં રહ્યો હતો. ત્યાંના જાન સ્તેજ્સ્કાલે કહ્યું હતું કે સુદાન છેલ્લો ઉત્તરીય સફેદ ગેંડો હતો જે વનમાં જન્મ્યો હતો. તેનું મૃત્યુ માનવના કુદરત પ્રત્યે અપમાનનું ક્રૂર પ્રતીક છે અને જે લોકો તેને જાણતા હતા તેમના માટે આ દુઃખના સમાચાર છે.
હવે પ્રશ્ન એ પણ છે કે આ પ્રજાતિ બચે તેની કોઈ આશા છે ખરી? વર્ષ ૨૦૦૯માં ચાર શેષ ઉત્તરીય સફેદ ગેંડા જેમાં બે નર અને બે માદાનો સમાવેશ થતો હતો, તેમને ઝેક ઝૂમાંથી કેન્યાના ઓલ પેજેટામાં લાવવામાં આવ્યા હતા, એવી આશા સાથે કે કુદરતી વસવાટ જેવા નવા વાતાવરણથી તેઓ નવાં બચ્ચાં પેદાં કરશે. જોકે તેમનો વંશ આગળ ન વધ્યો અને ચાર વર્ષ પહેલાં સુદાનની બચ્ચા પેદા કરવાની ક્ષમતા પણ પૂરી થઈ ગઈ. અરે! ટિન્ડર નામની ઍપ પર તેના માટે એકાઉન્ટ પણ ખલવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય તેની પ્રેમિકા મેળવવાનો નહોતો પરંતુ ગેંડા માટે આઈવીએફના વિકાસ માટે ફંડ મેળવવાનો હતો. આ પગલાંના કારણે વિશ્વભરમાં તેના ચાહકો થયા હતા. તેઓ હવે તેના મૃત્યુનો શોક મનાવી રહ્યા છે. ૧૯ માર્ચે સુદાનની જનીનિક સામગ્રી એકત્રિત કરાઈ છે જેથી આ પ્રજાતિને ટકાવી રાખવા માટે ભવિષ્યમાં પ્રયાસો થઈ શકે. સંગ્રહિત વીર્ય અને હજુ જીવિત માદાનાં અંડથી સંરક્ષણવાદીઓને આશા છે કે નજીન આને ફાતુ એક દિવસ નવા ઉત્તરીય સફેદ ગેંડાને જન્મ આપશે.