મોદી કી પહચાન, ગરીબ કલ્યાણ-ખુશહાલ કિસાન…

24 ફેબ્રુઆરી, 2019નો દિવસ ભારતના કિસાનોનાં કલ્યાણ માટે સુવર્ણ અક્ષરોમાં લખાઈ જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ’ (PM-KISAN) યોજનાનો શુભારંભ કરાવીને લઘુ વર્ગના કિસાનો અને એમના પરિવારજનોની સુખાકારીની મહત્ત્વની વ્યવસ્થા કરી આપી છે.

કેન્દ્ર સરકાર પ્રેરિત આ આ કેશ-ટ્રાન્સફર યોજનાથી દેશભરમાં 12 કરોડ જેટલા નાના કિસાનોને આર્થિક લાભ થશે. આ યોજના અંતર્ગત દેશભરના કિસાનોને દર વર્ષે ત્રણ હપ્તામાં રૂ. 2000 એમ, કુલ રૂ. 6000ની રકમ આપવામાં આવશે.

આ ઐતિહાસિક યોજના કિસાન-કલ્યાણ પ્રત્યે પીએમ મોદી અને એમની સરકારની પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રતીક છે. કિસાનોને આર્થિક લાભ આપતી આ અત્યાર સુધીની સૌથી મોટી યોજના છે.

આ રકમ જે કિસાનો પાસે પાંચ એકર અથવા એનાથી ઓછી જમીન છે એમને મળશે.

રવિવારે જ પહેલા હપ્તામાં આશરે એક કરોડ કિસાનોને બે-બે હજાર રૂપિયા (કુલ રૂ. 2,021 કરોડ) ચૂકવવામાં આવ્યા હતા. વડા પ્રધાનને આ યોજનાના કેટલાક લાભાર્થી કિસાનોને સર્ટિફિકેટ આપ્યા હતા.

આ યોજનાની જાહેરાત વચગાળાના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. આ યોજના માટે પાત્ર કિસાનોના નામોની યાદી રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને સુપરત કરવાની રહેશે.

આ યોજના અંતર્ગત દર વર્ષે લગભગ 75,000 કરોડ રૂપિયા કિસાનોનાં ખાતામાં સીધા જમા થશે.

આ યોજના પાછળ સરકારનો હેતુ નાના કિસાનોને ખેતીવાડી માટેની એમની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થવાનો અને એમને શાહુકારો (મની લેન્ડર્સ)ના સકંજામાંથી મુક્ત કરાવવાનો છે.

વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે કેટલાક કિસાનોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ ઈસ્યૂ કર્યા હતા. આ ક્રેડિટ કાર્ડ મારફત કિસાન કોઈ પણ પ્રકારની બેન્ક ગેરન્ટી વિના રૂ. 1,60,000 સુધીની લોન મેળવી શકશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી, રવિવારે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ' (PM-KISAN) યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્ર સરકાર પ્રેરિત આ આ કેશ-ટ્રાન્સફર યોજનાથી દેશભરમાં 12 કરોડ જેટલા નાના કિસાનોને આર્થિક લાભ થશે. આ યોજના અંતર્ગત દેશભરના કિસાનોને દર વર્ષે ત્રણ હપ્તામાં રૂ. 2000 એમ, કુલ રૂ. 6000ની રકમ આપવામાં આવશે. આ રકમ જે કિસાનો પાસે પાંચ એકર અથવા એનાથી ઓછી જમીન છે એમને મળશે. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે કેટલાક કિસાનોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ ઈસ્યૂ કર્યા હતા. આ ક્રેડિટ કાર્ડ મારફત કિસાન કોઈ પણ પ્રકારની બેન્ક ગેરન્ટી વિના રૂ. 1,60,000 સુધીની લોન મેળવી શકશે.