ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયાનો બરાબર સવારના આઠ કલાકે પ્રારંભ થયો છે. રાજ્યની આગામી 14મી વિધાનસભામાં પાંચ વર્ષ માટે કોનું રાજ ચાલશે તે આજે નક્કી થઇ ગયું છે. ભારે રસાકસી બાદ ભાજપ 99 બેઠક સાથે જીતી ગયો છે. તો કોંગ્રેસે પણ ગત ચૂંટણી કરતાં સારો દેખાવ કરતાં 79 બેઠકો પર જીત મેળવી છે.મતગણતરી પ્રક્રિયાઃ લાઇવ અપડેટ
માણસામાં ભાજપના ઉમેદવાર અમિત ચૌધરીની હાર, કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં હતાં
દસાડા બેઠક પર વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા 3700 મતથી પાછળ
અમદાવાદની ઘાટલોડીયા બેઠક પર ભાજપના ભૂપેન્દ્ર પટેલે 1,17,750 મતની સરસાઇથી જંગી જીત મેળવી
અમદાવાદની મણિનગર બેઠક પર ભાજપના સુરેશ પટેલ 75,199 મતની સરસાઇથી જીત્યાં
દહેગામ બેઠક પર ભાજપના બલવંતસિંહ ચૌહાણ જીત્યાં, કોંગ્રેસના કામિનીબા રાઠોડ હાર્યાં
ત્રીજા મોરચા તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા જનવિકલ્પ પાર્ટીના બધાં ઉમેદવારોની ડીપોઝિટ ડૂલ થઇ
વિરમગામ બેઠક પર ભાજપના તેજશ્રીબહેન પટેલ હાર્યાં
ઊંઝા બેઠક પર ભાજપના સૌથી વરિષ્ઠ નેતા નારણ પટેલ હાર્યાં
ઊંઝા બેઠક પર કોંગ્રેસના ડૉ. આશા પટેલ જીત્યાં
કૃષિપ્રધાન ચીમન સાપરીયા જામજોધપુર બેઠક પર 2413 મતથી હાર્યાં
કચ્છ-અબડાસા બેઠક પર કોંગ્રેસના પ્રદ્યુમ્નસિંહ જાડેજા જીત્યાં
વટવામાં પાર્ટીના કાર્યકરોએ ખૂબ મહેનત કરી 63,000થી વધુ મતોથી જીત અપાવી છે. તેમનો અને પાર્ટીના નેતૃત્વનો હું આભાર માનું છુંઃ પ્રદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા
વડોદરાની સયાજીગંજ બેઠક પર જીતુ સુખડીયા જીત્યાં
લાઠી બેઠક પર કોંગ્રેસના વીરજી ઠુમ્મર જીત્યાં
ખંભાળીયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમ જીત્યાં
ગાંધીધામ બેઠક પર ભાજપના માલતી માહેશ્વરી જીત્યાં, ભૂજ બેઠક પર ભાજપના નીમાબહેન આચાર્ય જીત્યાં
સાણંદ બેઠક પર ભાજપના કનુભાઇ પટેલ જીત્યાં
ગોધરા બેઠક પર ભાજપના સી કે રાઉલજી મોટી સરસાઇથી આગળ,
ઈડર બેઠક પર ભાજપના હિતુ કનોડીયા મોટી સરસાઇથી આગળ
ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમાર હાર્યાં
અમદાવાદની નરોડા બેઠક પર ભાજપના બલરામ થાવાણી જીત્યાં
દાહોદના લીમખેડામાં ભાજપના શૈલેષ ભાભોર મોટી સરસાઇથી આગળ
પોરબંદર બેઠક પર ભાજપના બાબુ બોખીરીયાની જીત, કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા હાર્યાં
નોટામાં કુલ મતના 1.8 ટકા- 5,06,661 મત પડ્યાં
સિદ્ધપુરથી ભાજપના જયનારાયણ વ્યાસ હાર્યાં, કચ્છ-માંડવી બેઠક પર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ હાર્યાં
અમદાવાદની બાપુનગર બેઠક પર 338 મતથી કોંગ્રેસના હિંમતસિંહ પટેલ આગળ
અમદાવાદની ભાજપના સાબરમતી બેઠક પર અરવિંદ પટેલ જીત્યાં
ભાવનગર પૂર્વમાં ભાજપના ઉમેદવાર વિભાવરીબહેન દવે મોટી સરસાઇથી આગળ
અમદાવાદની દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ જીત્યાં, ભાજપના ભરત બારોટ હાર્યાં
ભીલોડા બેઠક પર ભાજપના પી સી બરંડાને પાછળ છોડી કોંગ્રેસના ડૉ અનિલ જોશીયારા 26023 મતથી આગળ
અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પર વલ્લ્ભ કાકડીયા જીત્યાં
અમદાવાદની અમરાઇવાડી બેઠક પર ભાજપના હસમુખ પટેલનો વિજય
મહેસાણામાં ડેપ્યુટી સીએમ નિતીન પટેલ જીત્યાં
જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશી જીત્યાં, મહેન્દ્ર મશરુ હાર્યાં
વાવ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરી 5000 મતથી હાર્યાં, કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર જીત્યાં
ભાવનગર પશ્ચિમ બેઠક પર પ્રદેશ અધ્યક્ષ 18,872 મતથી આગળ
ધોળકા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે વીવીપેટ સ્લીપની ગણતરીની માગણી કરી, 400 બેલેટ પેપર રદ થયાં
સીએમ વિજય રુપાણીનો રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય, કોંગ્રેસના ઇન્દ્રનીલે આપી કાંટાની ટક્કર
પંચમહાલના કાલોલમાં ભાજપના સુમનબહેન પ્રવીણસિંહ ચૌહાણની જીત, સાસુ-વહુના ઝઘડાને લઇ ખૂબ ગાજી હતી લડાઇ
પોરબંદરના કુતીયાણામાં એનસીપી ઉમેદવાર કાંધલ જાડેજાની જીત
સૂરતની 16માંથી 15, વડોદરાની 10માંથી 9 બેઠક પર ભાજપ આગળ
ધારી બેઠક પર ભાજપના દિલીપ સંઘાણી હાર્યાં, સિદ્ધપુર બેઠક પર જયનારાયણ વ્યાસ હાર્યાં
અમદાવાદની દાણીલીમડા બેઠક પર શૈલેષ પરમારનો વિજય, અસારવા બેઠક પર ભાજપના પ્રદીપ પરમારની જીત
ડીસા બેઠક પર ભાજપના શશીકાંત પંડ્યા જીત્યાં, માંગરોળમાં ગણપત વસાવા જીત્યાં
ઝઘડીયામાં બીટીપીના છોટુ વસાવાની જીત 33,870 મતથી જીત્યાં
જામનગર ઉત્તરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા 14,359 મતની સરસાઇથી આગળ, જામનગર રુરલમાં રાઘવજી પટેલ 11117 મતથી પાછળ
વિરમગામમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં તેજશ્રીબહેન પટેલ 347 મતથી આગળ નીકળ્યાં
ધોળકા બેઠક પર ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 514 મતથી આગળ , ઈવીએમ ગણતરી પૂર્ણ, પોસ્ટલ બેલેટની ગણતરી શરુ
ડભોઇ બેઠક પર કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ 2,820 મતથી પાછળ ચાલી રહ્યાં છે
દહેગામ બેઠક પર બલરાજસિંહ ચૌહાણ 6,748 મતથી આગળ ચાલી રહ્યાં છે
ગાંધીનગરની માણસા બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમિત ચૌધરી 630 મતથી આગળ
કચ્છ-માંડવી બેઠક પર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ 6,664 મતથી પાછળ ચાલી રહ્યાં છે
વડગામ બેઠક પર અપક્ષ જિજ્ઞેશ મેવાણીની 21,042 મતથી જીત
પોરબંદર પર 1855 મતથી ભાજપના બાબુ બોખીરીયા જીતી ગયાં, અર્જુન મોઢવાડિયા હારી ગયાં
દસાડા બેઠક રમણ વોરા 14687 મતથી આગળ, કોંગ્રેસના ઉમેદવાર ફક્ત 63 મતથી પાછળ ચાલી રહ્યાં છે
અમદાવાદ શહેર-જિલ્લાની 21 બેઠકોમાંથી 17 પર ભાજપ આગળ, 4 પર કોંગ્રેસ આગળ
ભાજપની સરકાર બનવાના મજબૂત સંકત મળતાં અમદાવાદના કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન પર નિરાશાનો માહોલ
સીએમ વિજય રુપાણી જીત તરફ 40,074 મતથી આગળ વધ્યાં
ભૂષણ ભટ્ટની હાર્યાં પછી પ્રતિક્રિયા આપીઃ લોકોએ જે ચૂકાદો આપ્યો છે, પ્રેમ આપ્યો છે તેને વંદન-અભિનંદન
ચૂંટણી પંચનું લેટેસ્ટ અપડેટઃ ભાજપ 100 કોંગ્રેસ 70 પર આગળ
સિદ્ધપુર બેઠક પર ભાજપના જયનારાયણ વ્યાસ 12,102 મતથી પાછળ, કોંગ્રેસના ચંદનજી ઠાકોર 23,534 મતથી આગળ
રાજકોટ પૂર્વ બેઠક પર 38,098 મતથી આગળ કોંગ્રેસના મિતુલ દોંગા 25,637 મતથી પાછળ
ઝાલોદથી કોંગ્રેસના ભાવેશ કટારા વિજયી
રાજકોટ પશ્ચિમ પર વિજય રુપાણી 25,100 મતથી આગળ નીકળ્યાં, કોંગ્રેસના ઇન્દ્રનીલ 14,553 મતથી પાછળ
ચૂંટણીનું પ્રથમ પરિણામ જાહેરઃ જમાલપુર-ખાડીયા બેઠક ભાજપે ગુમાવી, કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા જીતી ગયાં, ભૂષણ ભટ્ટ હાર્યાં, એલિસબ્રિજ પર રાકેશ શાહનો વિજય
અમદાવાદની એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના રાકેશ શાહ જીતી ગયાં
ગીર-સોમનાથની તમામ 4 બેઠક પર કોંગ્રેસ આગળ
ચાર રાઉન્ડના અંતે અમદાવાદ જમાલપુર-ખાડીયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા આગળ
ચૂંટણીપંચનું સત્તાવાર અપડેટઃ હાલ ભાજપ 96 બેઠક અને કોંગ્રેસ 63 બેઠક પર આગળ ચાલી રહ્યાં છે
વડગામ બેઠક પર જિજ્ઞેશ મેવાણી 6000 મતથી આગળ
નારણપુરા બેઠક પર 21000 મતથી ભાજપના કૌશિક પટેલ આગળ,મહેસાણા બેઠક પર નિતીન પટેલ આગળ નીકળ્યાં
ગુજરાતના લોકોનો મૂડ કોંગ્રેસને જીત અપાવવાનો છે. પ્રાથમિક વલણ પર વધુ કહેવા માગતો નથી, સંપૂર્ણ પરિણામ આવી જવા દોઃ ગુજરાત પ્રભારી અશોક ગહેલોત
રાજકોટ પશ્ચિમ પર ત્રીજા રાઉન્ડના અંતે વિજય રુપાણી 6800 મતથી આગળ નીકળ્યાં
પ્રાથમિક વલણોમાં ભાજપ જાદૂઇ આંક 93ને ઉપર 100 બેઠકના પર આગળ થઇ
અમદાવાદની દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમાર પાછળ, પોરબંદરમાં પાંચમા રાઉન્ડના અંતે બાબુ બોખીરીયા સામે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા આગળ નીકળ્યા
રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રુપાણી 1200 મતથી પાછળ પડ્યાં,સૂરત લિંબાયત બેઠક પર રવીન્દ્ર પાટીલ આગળ નીકળ્યા,ભાવનગર પશ્ચિમ બેઠક પર જીતુ વાઘાણી અને મહેસાણા બેઠક પર નીતિન પટેલ 3000 મતથી પાછળ
જામનગરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા આગળ, રાજકોટ પશ્ચિમ પરથી વિજય રુપાણી 432 મતથી પાછળબોટાદ બેઠક પરથી સૌરભ પટેલ પાછળ, અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી આગળ
ઇડર બેઠક પર ભાજપના હિતુ કનોડિયા આગળ, વાવથી ભાજપના શંકર ચૌધરી આગળ,રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયા આગળ, પોરબંદર કુતીયાણામાં એનસીપીના કાંધલ જાડેજા આગળમતગણતરીના પ્રથમ કલાકના પ્રાથમિક વલણોમાં ભાજપ 82 બેઠક સાથે આગળ, કોંગ્રેસ 72 બેઠક પર આગળ
અંજારથી ભાજપના વાસણ આહીર આગળ, જસદણથી કોંગ્રેસના કુંવરજી બાવળીયા આગળ, અમદાવાદ નારણપુરા ભાજપના કૌશિક પટેલ આગળ, દાણીલીમડા કોંગ્રેસના શૈલેષ પરમાર આગળભાવનગર પશ્ચિમ પરથી જીતુ વાઘાણી આગળ, દ્વારકામાં કોંગ્રેસના મેરામણ ગોરીયા આગળવડોદરા મનીષા વકીલ આગળ, વડગામમાં જિજ્ઞેશ મેવાણી આગળ,સૂરત લિંબાયતથી સંગીતા પાટીલ આગળપોરબંદરથી બાબુ બોખીરીયા આગળ, માંડવીથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ આગળસૂરત વરાછા બેઠક પર ભાજપના કિશોર કાનાણી આગળ, ટંકારામાં કોંગ્રેસના લલિત કગથરા આગળ
અમદાવાદ વટવામાં પ્રદીપસિંહ જાડેજા આગળ, એલિસબ્રિજ પર રાકેશ શાહ આગળ,અમદાવાદની જમાલપુર-ખાડીયા બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા આગળરાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રુપાણી આગળ, અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ આગળ
પહેલું વલણ ભાજપ તરફી, 4 પર ભાજપ, 3 પર કોંગ્રેસ આગળ
મતગણતરી શરુ થતાં જ ગાંધીનગર સ્થિત ઇલેક્શન કમિશન કંટ્રોલરુમથી સમગ્ર પ્રક્રિયા પર ચાંપતી નજર
-બરાબર આઠને ટકોરે રાજ્યભરના 37 કેન્દ્ર પર પોસ્ટલ બેલેટની ગણતરી સાથે મતગણતરીનો પ્રારંભ
182 બેઠકોની મતગણતરી માટે જિલ્લાના મુખ્યકેન્દ્ર પર ચૂંટણીપંચના અધિકારીઓ, સુરક્ષા જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયેલો છે. પરિણામનું કાઉન્ટડાઉન થઇ રહ્યું છે ત્યારે સ્ટ્રોંગરુમમાં મૂકાયેલાં ઈવીએમ-વીવીપેટ મશીનોની સુરક્ષા માટે કદમકદમ સુરક્ષા મૂકવામાં આવી છે.ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં સ્ટ્રોન્ગરુમ સીલ કરાયા બાદ પણ પક્ષોના એજન્ચ નજર રાખી રહ્યાં છે.
રાજ્યમાં સૌથી વધુ 21 વિધાનસભા બેઠક ધરાવતાં અમદાવાદ શહેર અને જિલ્લાની મતગણતરી માટે એલ ડી એન્જીનિયરિંગ કોલેજ, સરકારી પોલિટેકનિક, અને ગુજરાત કોલેજ..એમ ત્રણ મથક છે, જેના 33 સ્ટ્રોંગરુમમાં કુલ 56 હજારથી વધુ ઈવીએમ-વીવીપેટ સંરક્ષિત છે. મતગણતરી ચાલુ હશે તે દરમિયાન 147 લાઇવ સીસીટીવી કેમેરા લગાવાયાં છે. આ વેબકાસ્ટિંગ જિલ્લા ચૂંટણી અધિકારીઓની ઓફિસમાં કનેક્ટ રહેશે જેથી સમગ્ર પ્રક્રિયા પર ચાંપતી નજર રહેશે.
રાજકીય પક્ષોએ પણ અગમચેતીરુપે પરિણામ જે પણ પક્ષની તરફેણમાં આવે પણ પોતાના સમર્થકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.
અહેવાલઃ પારુલ રાવલ