ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર |
કોઈ પણ કામ હાથમાં લઈએ તો સમજી વિચારીને કરવું જોઈએ. વિચાર્યા વગર કામ કરીએ તો એમાં ક્યારેક નાની એવી ભૂલ પણ આખી બાજી બગાડી નાખે.
ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એના નિર્ધારિત સમયપત્રક પ્રમાણે શરૂ થયો હોત તો આપણે કદાચ 90 વરસ પહેલા આઝાદ થયાં હોત.
કોઈ એક જ સ્વાતંત્ર્ય સેનાનીનો ક્રોધ અને એના પરિણામે સમયપત્રક કરતાં વહેલા સંગ્રામની શરૂઆત થઈ એને નિષ્ફળ બનાવ્યો. આમ, ઉતાવળ કરવાથી કામ બગડે, ધીરજથી સારું થાય.
ધીરજવાળા લોકો વધુ સ્વસ્થ રહે છે. ઉતાવળ કરવી નકામી છે, ઉતાવળીઓ સાત વાર પાછો પડે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
