કહેવત: ગોળના ઓશિકે સૂવું

 

ગોળના ઓશિકે સૂવું

 

ગોળમાં ગળપણ છે. કોઈ પણ મિષ્ટાન્ન બનાવવું હોય તો તેમાં મીઠાશ માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. ગોળ શેરડીના રસમાંથી બને છે એટલે તે Concentrated (સંકેન્દ્રિત, ઘટ્ટ) મીઠાશ અથવા સત્વનું પ્રતીક છે.

કોઈ પણ માણસ જ્યારે બધી બાજુથી સુખી હોય, કોઈ વાતની કમી ન હોય અને બધા પ્રકારનાં સુખ-સગવડો ભોગવતો હોય ત્યારે તેના માટે ‘ગોળના ઓશિકે સૂવું’ એવો રૂઢિપ્રયોગ કરવામાં આવે છે.

અર્થાત્, અત્યંત સુખી, સમૃદ્ધ અને નિશ્ચિંત સ્થિતિમાં હોવું એટલે ‘ગોળના ઓશિકે સૂવું’.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)