ઘેર ખાય તે ઝેર ખાય

-ડો. જયનારાયણ વ્યાસ

 

ઘેર ખાય તે ઝેર ખાય

 

 

કેટલીક વ્યક્તિઓ કાં તો પોતાના ધંધાને અનુસંધાને મોટા ભાગે કોઈના ખર્ચે અને જોખમે જ જમી લેતા હોય છે.

દા.ત. બ્રાહ્મણ યજમાનને ત્યાં જમીને જ આવે અથવા આજના સામાજિક કાર્યકરો જે કોઈને કામ માટે જિલ્લા મથકે કે પાટનગરમાં લઈને જાય, તે આવતાં-જતાં પોતાનું જમવાનું મોટા ભાગે તો પેલા યજમાનના ખર્ચે જ પતાવી દે.

ભાગ્યે જ એને પોતાના ઘરે જમવાનું થાય. આ સંદર્ભમાં કહેવત ‘ઘેર ખાય તે ઝેર ખાય’ વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)