કોઈ ડૉક્ટર જીવ નથી ઘાલી દેતો

 

      કોઈ ડૉક્ટર જીવ નથી ઘાલી દેતો

 

માણસનું યોગક્ષેમ વહન કરવાવાળો તો ઈશ્વર છે. એની કૃપા હોય ત્યાં સુધી જ માણસ હેમ-ખેમ રહી શકે છે. જે દા’ડે એની આવરદા પૂરી થાય તે દી’ ગમે તેવો મોટો ડૉક્ટર કે વૈધ હોય એને જીવાડી શકતો નથી.

એટલે જ કહેવાય છે કે ‘તુટીની કોઈ બુટી નથી’. ડૉક્ટરના કન્સલટીંગ રૂમમાં ‘I treat, He cures’ લખેલું પાટિયું લટકતું જોવા મળે છે. એટલે કે હું (ડૉક્ટર) તો માત્ર સારવાર આપું છું, સાજા તો ભગવાન જ કરે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)