ભાભો ઉઠ્યો રાતમાં લઈ કોદાળો હાથમાં

 

ભાભો ઉઠ્યો રાતમાં લઈ કોદાળો હાથમાં

 

કોઈ સાવ દબંગ અથવા અડબંગ વ્યક્તિ કાંઈ પણ આયોજન વગર ગમે ત્યારે કોઈ પણ પ્રવૃત્તિમાં લાગી જાય તે માટે આ કહેવત વપરાય છે.

મૂળભૂત રીતે કોઈ પણ પ્રકારના આયોજન વગર જીવતો માણસ એને વિચાર આવે કે ખેતરમાં કશુંક કામ કરવું છે અને એ વિચારથી દોરાઈને રાત કે દિવસ વિચાર્યા વગર જ્યારે એ કોદાળો ખભે કરીને સીમમાં જવા નીકળી પડે ત્યારે આ પ્રકારના અડબંગ માણસ માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)