દીકરીને ગાય જ્યાં દોરે ત્યાં જાય… |
ગાય આપણે ત્યાં પ્રમાણમાં ગરીબ પ્રાણી ગણાય છે. (જો કે કાંકરેજ ગાય સાથે પનારો પડે તો આવી ગેરસમજમાં રહેવાનુ ભારે પડી જાય) એને ગળામાં દોરડાથી અથવા સાંકળથી બાંધીને દોરો તે પ્રમાણે દોરાતી આવે છે. ઘણા લાંબા સમય સુધી આપણે ત્યાં દીકરીની પણ આવી સ્થિતિ હતી. ખુબ મર્યાદાઓ અને બંધનો વચ્ચે એનો ઉછેર થતો અને આવી જ મર્યાદા અને બંધનો વચ્ચે એને જીવવું પડતું. એના માટે મુરતિયો મા-બાપ નક્કી કરતા. પોતાને આ છોકરો ગમે છે કે નહીં એ કહેવાનો એને કોઈ અધિકાર નહોતો. આવો રિવાજ પણ નહોતો. આ કારણથી સપ્તપદીના સાત ફેરા ફરીને મા-બાપે નક્કી કરેલા પાત્ર સાથે છેડા છેડી બાંધી એ નવી દુનિયા વસાવવા ઉપડી જતી ત્યારે તેને પોતાનું ભવિષ્ય શું હશે તેનો કોઈ ખ્યાલ નહોતો.
આજે જમાનો બદલાયો છે. દીકરીને પુત્ર સમોવડી ગણવામા આવે છે. આમ છતાંય જ્યાં હજુ પણ રૂઢિચુસ્તતા છે, શિક્ષણ નથી તેવા સમાજમાં હજુય એના દરજ્જામાં ખાસ સુધારો આવ્યો નથી.