શૂળીનો ઘા સોયે સરવો |
કોઈ પણ મોટી આફત સહજમાં ટળી જાય. ઝાડની ટોચેથી ડાળ ભાંગે અને માણસ એ લઈને નીચે પડે ત્યારે આમ તો આવો અકસ્માત જીવલેણ બની શકે પણ એને બદલે માત્ર થોડા ઉઝરડા પડે અથવા નાની મોટી ઇજા થાય ત્યારે શૂળીનો ઘા સોયે ટળ્યો એમ કહેવાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)