મા ત્યાં મોસાળ, બાપ ત્યાં કાકા |
સામાજિક સંબંધો સાથે જોડાયેલી આ કહેવત મૂળ તો વતન અથવા મોસાળના સંદર્ભમાં કયા પ્રકારના સંબંધીઓ ત્યાં રહે છે તેને અનુલક્ષીને વપરાય છે. અગાઉના જમાનામાં બહારગામ નોકરી કરવા બહુ ઓછા લોકો જતા એટલે વતનમાં બાપા રહેતા હોય તેની સાથે તેમના નજીકના અને દૂરના ભાઈ-ભાંડુ જોડાયેલા હોય જે બાળક માટે કાકાના સંબંધે જોડાય એટલે જ્યાં બાપ હોય ત્યાં કાકા.
પણ માના પિયરમાં જાવ એટલે એના પક્ષે એના પિયરિયાં ત્યાં રહેતાં હોય. માના પિયરને મોસાળ કહેવાય અને મામા મોસાળમાં માના સગા ભાઈ સિવાય પણ બાકીના સંબંધમાં મામા, મામી, માસી કે માસા આવે એટલે મા ત્યાં મામા.
કોઈ ચોક્કસ વ્યક્તિના સંદર્ભમાં એના સગાવર્તુળને લઈને આ પ્રકારે વતન કે મોસાળના સગાઓને શું કહેવાય એ સમજાવતી આ કહેવત પડી હશે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)