![]() ગાડા નીચે કૂતરું ચાલે તો…. |
માણસ ઘણી વાર પોતાનાથી જ બધું ચાલે છે. એવા મીથ્યાભિમાનમાં રાચતો હોય છે. વાસ્તવિક ચાલક બળ બીજું હોય અને તેમ છતાંય પેલો વ્યક્તિ પોતે જ ચાલક બળ છે તેવા ભ્રમમાં હોય ત્યારે એની સ્થિતિ બળદ ગાડા નીચે ચાલતા કૂતરા જેવી હોય છે. બળદ ગાડાનું ચાલકબળ અને ભારવહન કરનારની શક્તિ બળદની છે.
કૂતરાનું એ ગજું પણ નથી. આમ છતાંય ગાડા નીચે ચાલતું કૂતરું એમ માનવા લાગે કે આ ગાડું પોતાના કારણે જ ખેંચાય છે ત્યારે એક અત્યંત તુચ્છ પ્રાણી ખૂબ મોટા મીથ્યાભિમાનમાં રાચે છે એવું કહેવાય. ભક્ત કવિ નરસિંહ મહેતાની “જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને” શીર્ષકવાળી રચના છે જેની કેટલીક પંક્તિઓ નીચે રજૂ કરી છે.
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો….
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે…..
જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને,
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
