એક તાવડી તેર વાનાં માંગે |
ચૂલા ઉપર રસોઈ પકાવવા માટેનું માટીનું નાનકડું સાધન તાવડી કહેવાય છે. આ તાવડીમાં કોઈ પણ રસોઈ બનાવવી હોય તો એને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠું, મરચું, ગળપણ, ખટાશ અને ત્યારબાદ તેજાના કે મરીમસાલા અને કેટલાક કિસ્સાઓમાં તો સૂકો મેવો અને ફળ બધુ નાખવું પડે છે.
આમ એક વખતે કોઈ પણ વાત કે કામ ઉખેળો એટલે એને સંલગ્ન મુખ્ય વસ્તુ સાથે જોડાતી બીજી પણ અનેક સામગ્રી જોઈએ જ. માત્ર પાયાની સામગ્રી હોય તેટલાથી ન ચાલે. આ વાતને ઉજાગર કરવા આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)