ઘેલીનાં ઘેરઘેર સાસરાં

           

         ઘેલીનાં ઘેરઘેર સાસરાં

 

કોઈ પણ લાંબા ગાળાના આશય કે ઉદ્દેશ્ય વગર જ્યાં જ્યાં જાય ત્યાં પોતાનો લબાચો નાંખતો આવે અને સંબંધો ઊભા કરવાનું કોઈ પ્રયોજન ન હોય ત્યાં પણ એ આ પ્રકારનો દેખાવ ઊભો થાય તેવું કરે તેને ઘેલો એટલે કે ઓછી બુદ્ધિનો અથવા તો થોડો ઘણો ગાંડો અથવા સારાસારના વિવેક વગરનો માણસ કહેવાય.

તેની ઠેકઠેકાણે ગવાળો નાખવો અને કંઇક ને કંઇક ઊભા કરતાં રહેવું એ પ્રવૃત્તિ માટે ‘ઘેલીનાં ઘેરઘેર સાસરાં’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)