ધીમા કોળીયે વધુ જમાય શ્વાસ ખાઈને સો ગાઉ જવાય |
તમે ખૂબ ઝડપથી દોડવાની શરૂઆત કરો, જલદી થાકશો. એ જ રીતે મનગમતી વાનગી મળે અને એકદમ એના ઉપર તૂટી પડશો, જલદી ધરાઇ જશો. પણ નાના નાના કોળિયા લઈને ધીરે ધીરે ચાવીને ખાશો તો વધુ જમી શકાશે. એક શ્લોક છે – शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतमस्तके । शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतानि शनैः शनैः ॥
મોટો હિમાલય ચઢવો હોય તો પણ એની શરૂઆત તો એક નાનું ડગલું માંડવાથી જ થાય છે. પેલી સસલું અને કાચબાની વાત આનો તાદ્રશ્ય દાખલો છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)