વાસીદામાં સાંબેલું જતું રહેવું

     

વાસીદામાં સાંબેલું જતું રહેવું

 

ઘરમાં સાવરણીથી કચરો વાળીએ એને વાસીદું વાળ્યું કહેવાય. આ વાસીદું વાળતાં કોઈ નાની મોટી ચીજ હોય તો ધ્યાન બહાર કચરાની સાથે જતી રહે, પણ સાંબેલું તો બહુ મોટું હોય.

વાસીદાથી સાંબેલું વળાય પણ નહીં અને એના કદને કારણે ઉડીને આંખે વળગે, એટલે વાસીદામાં સાંબેલું જવું એ અશક્ય છે. આ અર્થમાં આ કહેવત અશક્ય વાત બનવી તે સંદર્ભમાં અથવા મોટી ભૂલ ધ્યાને આવ્યા વગર જતી રહે એ સંદર્ભમાં વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)