એક નૂર આદમી દસ નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ કરોડ નૂર નખરાં |
આજે જમાનો ભપકાનો છે. માણસમાં આંતરિક નૂર અથવા ક્ષમતા/ગુણ હોય એનાથી જ નથી ચાલતું એ વાત કહેવા માટે આ કહેવત વપરાય છે.
જે પ્રમાણે માણસ જે છે તે કરતાં અનેક ગણો વધારે પ્રભાવી કપડાં અને ટાપટીપથી દેખાય છે, એની અભિવ્યક્તિ અને ટાપટીપ સરવાળે એની છાપ ઊભી કરવામાં ઘણો મોટો ફાળો આપે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)