કરવતી આમ જાય તોય વેરે અને તેમ જાય તોયે વેરે

કરવતી આમ જાય તોય વેરે અને તેમ જાય તોયે વેરે

 

કરવતીના દાંતા તીક્ષ્ણ હોય છે અને એને બંને તરફ ધાર હોય છે. એટલે લાકડું વહેરવા માટે બે માણસો સામસામે એને ખેંચે છે.

આવું થાય ત્યારે કરવતી એક બાજુ જાય તો પણ કાપો પડે એટલે કે વહેરતી જાય અને પરત આવે ત્યારે પણ કાપો પડે એટલે કે વહેરતી આવે.

આમ કોઈ પણ પરિસ્થિતી, જેમાં ગમે તે રીતે કામ કરો, સરવાળે એક ચોક્કસ વ્યક્તિને નુકસાન થાય તે અર્થમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રીટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)