દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે

 

દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે

કર્મના સિદ્ધાંતની વાત આ કહેવત કરે છે. જીવનનું નામ ચાલતા રહેવું, પોતાનું કર્મ સતત કરતા રહેવું એવું છે.

કર્મમાંથી મુક્ત થઈ જાવ એટલે કાં તો નિરાશા આવે કાં તો વૈરાગ્ય. સંસારમાં રહીને પણ જીવનના અંત સુધી કામ કર્યે રાખવું એ બોધ આ કહેવત આપે છે.

એટલું જ નહીં પણ પોતાનું કામ કરવું એમાં ગૌરવ માનવું અને એમાં સર્વોત્કૃષ્ટતા લાવવી એ ધ્યેયથી ‘સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ:’નો મંત્ર હ્રદયસ્થ કરી સમજી લો.

જીવનભર હસતા રમતા રહેવું હોય તો દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)