ભારતના લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધી: પિરિયોડિક લેબર ફોર્સ સર્વે

નવી દિલ્હી: ફીમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ(LFPR) એટલે કે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને એકંદરે આર્થિક સર્વસમાવેશકતા અંગેનો એક મહત્ત્વપૂર્ણ સૂચક છે. જેના અંગે એક સંશોધન પેપર તૈયાર કરવામાં આવ્યું છે. આ સંશોધન પેપરમાં 2017-18થી લઈને 2022-23 સુધીના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે.  જેમાં ભારતીય રાજ્યોમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, મહિલા LFPRમાં નોંધપાત્ર પુનરુત્થાન પર પ્રકાશ પાડતા કડક અર્થશાસ્ત્રીય વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં ત્રણ મુદ્દાઓ ખાસ કરીને ધ્યાને લેવામાં આવ્યા છે.

(1)મહિલા LFPRમાં તાજેતરના પ્રવાહો

(2) સ્ત્રીઓનો વૈવાહિક દરજ્જા અને પિતૃત્વની અસરો

(3) ભારતના તમામ પ્રદેશો અને રાજ્યોમાં ઉંમર અને લિંગ સાથે LFPRની ભિન્નતા.આ અભ્યાસમાં ઉપયોગમાં લેવામાં આવેલા ડેટા તમામ ઉપલબ્ધ રાઉન્ડ (2017-18થી 2022-2023) માં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના છે. PLFS 2.5 મિલિયનથી વધુ વ્યક્તિઓ માટે રોજગાર અને વસ્તી વિષયક વિગતવાર ડેટા પૂરા પાડે છે. જે રાષ્ટ્રીય, રાજ્ય અને ગ્રામીણ/શહેરી સ્તરે વલણો અને ભિન્નતાના વિશ્લેષણને સક્ષમ બનાવે છે. LFPRની ગણતરી 15 વર્ષ કે તેથી વધુ વયની કુલ વસ્તિની સાપેક્ષમાં નોકરિયાત અને બેરોજગાર વ્યક્તિઓની ટકાવારી તરીકે કરવામાં આવે છે.

પરિણામો ત્રણ વિભાગમાં રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં 2017-18થી 2022-23 દરમિયાન મહિલા LFPRનો ટ્રેન્ડ દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે ગ્રામીણ મહિલા LFPR 24.6 ટકાથી વધીને 41.5 ટકા (69 ટકાનો વધારો થઈ છે. જ્યારે શહેરી LFPR 20.4 ટકાથી સાધારણ વધીને 25.4 ટકા (25 ટકાનો વધારો) થઈ છે. તેમાં નોંધપાત્ર આંતરરાજ્ય કામગીરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઝારખંડ અને બિહાર જેવાં રાજ્યોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. પૂર્વોત્તર રાજ્યો જેવાં કે અરૂણાચલ અને નાગાલેન્ડે પણ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. રાષ્ટ્રીય સ્તરે શહેરી વિસ્તારોમાં એકંદરે સાધારણ વધારો જોવા મળ્યો હતો. જો કે શહેરી ગુજરાતમાં નોંધપાત્ર વૃદ્ધિ (16.2%થી 26.4%, એટલે કે 63%ની વૃદ્ધિ) છે. પરંતુ શહેરી તમિલનાડુમાં નજીવો ફેરફાર (27.6% થી 28.8%) થયો છે.પરિણામોના  બીજા વિભાગમાં મહિલાઓની ઉંમર, વૈવાહિક સ્થિતિ અને પારિવારિક સ્થિતિ દ્વારા મહિલા LFPR તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં સામાન્ય રીતે જોવા મળ્યું છે કે લગભગ તમામ રાજ્યોમાં મહિલા LFPRમાં વધારો થયો છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતા મોટો ફાયદો જોવા મળ્યો છે. એ પણ જાણવા મળ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં પરિણીત મહિલાઓએ અવિવાહિત મહિલાઓની તુલનામાં વધુ ભાગીદારી વૃદ્ધિ દર્શાવી છે. રાજસ્થાન અને ઝારખંડ જેવાં રાજ્યોમાં ખાસ કરીને પરણિત મહિલાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ઉત્તરના રાજ્યોમાં, પંજાબ અને હરિયાણામાં મહિલા LFPRનું પ્રમાણ સતત ઓછું છે. પશ્ચિમ અને દક્ષિણના રાજ્યોમાં, LFPRમાં વૃદ્ધિ મોટાભાગે ગ્રામીણ મહિલાઓ કેન્દ્રિત છે. જ્યારે શહેરી વિસ્તારોમાં માત્ર સાધારણ વધારો જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશ બાળકોવાળી શહેરી મહિલાઓના એલ.એફ.પી.આર.માં મોટા ઘટાડા સાથે ઉભું છે.

રિપોર્ટના ત્રીજા વિભાગમાં લિંગ અને ઉંમરમાં LFPRમાં રહેલા તફાવતોને રજૂ કરવામાં આવ્યા છે. વિશ્લેષણ પરથી કહી શકાય કે કેવી રીતે મહિલાઓની વૈવાહિક સ્થિતિ અને બાળકોની હાજરી દરેક કેટેગરી માટે તફાવત દર્શાવે છે. એકંદરે પરિણામો દર્શાવે છે કે મહિલા LFPRની સંખ્યાનો ચાર્ટ ઘંટડી આકારનો વળાંક રચે છે. 30-40 વર્ષની ઉંમરે મહિલાઓનું કામ ચરમસીમાએ પહોંચે છે અને ત્યાર બાદ તેમાં તીવ્ર ઘટાડો થાય છે. બીજી તરફ, પુરુષ LFPR 30થી 50 વર્ષની વયથી ઊંચું રહે છે. ત્યારબાદ તેમાં ક્રમશઃ ઘટાડો થાય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને માટે વૈવાહિક દરજ્જો LFPRનો નોંધપાત્ર નિર્ણાયક છે.ભારતમાં વર્ષ 2017-18થી વર્ષ 2022-23 સુધીમાં LFPRમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. સરકારની અસંખ્ય યોજનાઓ છે. છેલ્લાં દસ વર્ષમાં ગ્રામીણ મહિલાઓને લક્ષ્યમાં રાખીને સરકારે મુદ્રા લોન, ડ્રોન દીદી યોજના અને દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ એકત્રિત એસ.એચ.જી. સામેલ છે. જે ભારતમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના વિઝન સાથે સુસંગત છે. આ રિસર્ચ પેપર સરકારની પહેલને ભારતભરમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા LFPRમાં સંચિત અને નોંધપાત્ર વૃદ્ધિ તરીકે માપે છે. જો કે, આ કાર્યક્રમોની અસરોનું મૂલ્યાંકન કરવા અને ભારતની મહિલા LFPRમાં સતત આંતર-રાજ્ય અને ગ્રામીણ-શહેરી અસમાનતાઓનું અન્વેષણ કરવા માટે સખત સંશોધનની જરૂર છે.આ રિપોર્ટ ડૉ. મુદિત કપૂર અને ડો.શમિકા રવિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ડૉ. મુદિત કપૂર IDFC સંસ્થાના રાજકીય અર્થતંત્ર વિભાગના ભૂતપૂર્વ વિઝિટિંગ વરિષ્ઠ ફેલો છે. ઉપરાંત તેઓ નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ(ISI)ના અર્થશાસ્ત્ર વિભાગના એસોસિયેટ પ્રોફેસર છે. ડૉ. મુદિત કપૂર અગાઉ વિશ્વ બેંકમાં સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમના શૈક્ષણિક પેપર્સ જર્નલ ઑફ ઇકોનોમેટ્રિક્સ, રિવ્યુ ઑફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, રિજનલ સાયન્સ એન્ડ અર્બન ઇકોનોમિક્સ, જર્નલ ઑફ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેશન, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી અને બીઇ જર્નલ ઑફ ઇકોનોમિક એનાલિસિસ એન્ડ પોલિસીમાં પ્રકાશિત થયા છે.

ડૉ. શમિકા રવિ હાલમાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય અને ભારત સરકારના સચિવ છે. અગાઉ તેઓ બ્રુકિંગ્સ ઈન્ડિયામાં સંશોધન નિયામક, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ ઈકોનોમિક પોલિસી અને બ્રુકિંગ્સ ઈન્સ્ટિટ્યુશનમાં ગવર્નન્સ સ્ટડીઝ પ્રોગ્રામના બિન-નિવાસી વરિષ્ઠ ફેલો હતા. તેમના સંશોધનો ફાઇનાન્સ, હેલ્થકેર, શહેરીકરણ, લિંગ સમાનતા અને કલ્યાણ અને ગરીબીના ક્ષેત્રો સહિત વિકાસના અર્થશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડૉ. શમિકા રવિએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પી.એચ.ડી., દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ અને લેડી શ્રીરામ કૉલેજ ફોર વુમનમાંથી અર્થશાસ્ત્રમાં B.A(H) કર્યું છે.