મહાભારત ગ્રંથની કથા અને દ્રૌપદીનાં પાત્રની જો ચર્ચાના થાય તો પછી શું કહેવું. લોકપ્રિય ટીવી સિરિયલ ‘મહાભારત’માં દ્રૌપદીના પાત્રએ હંમેશા દર્શકોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. જુદા જુદા નિર્માતાઓએ બનાવેલી મહાભારત સિરિયલો અત્યાર સુધીમાં જૂદી જૂદી ટીવી ચેનલો પર અનેક વખત રજૂ થતી આવી છે, જેમાં 6 જેટલી અભિનેત્રીઓએ દ્રૌપદીની ભૂમિકા ભજવીને દર્શકો પર આગવી છાપ ઊભી કરી છે.
વર્ષ 1988માં ‘મહાભારત’ સિરિયલને પ્રથમવાર દેખાડવામાં આવી હતી. નાના પડદા પર ઘણી અભિનેત્રીઓએ દ્રૌપદીની ભૂમિકા ભજવી છે. અહીં આપણે ચર્ચા કરીએ દ્રૌપદીના રોલમાં કઈ અભિનેત્રીને દર્શકોએ વધુ પસંદ કરી.
1988ની ‘મહાભારત’ સીરિયલમાં દ્રૌપદીની ભૂમિકા રૂપા ગાંગુલીએ નિભાવી હતી. અને લોકોએ તેને સાચા અર્થમાં દ્રૌપદી માની લીધા હતા.
ત્યારબાદ 1993માં રામનંદ સાગરે બનાવેલી સીરિયલ ‘શ્રીકૃષ્ણા’ ટીવી પર પ્રસારિત થઈ હતી. તેમાં અભિનેત્રી ફાલ્ગુની પરીખે દ્રૌપદીનો રોલ કર્યો હતો. ફાલ્ગુનીની અભિનય કળાને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
વર્ષ 1997માં સીરિયલ ‘એક ઔર મહાભારત’નું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમાં અશ્વિની કાલસેકરે દ્રૌપદીની ભૂમિકા ભજવી હતી. એ શો દર્શકોને ખાસ પસંદ આવ્યો ન હતો અને ફ્લોપ રહ્યો હતો.
2001માં પ્રસારિત સિરીયલ ‘દ્રૌપદી’માં નાના પડદાની જાણીતી અભિનેત્રી મૃણાલ કુલકર્ણીએ શિર્ષક ભૂમિકા ભજવી હતી. મૃણાલ ત્યારબાદ ઘણી ટીવી સીરિયલોમાં જોવા મળી ચૂકી છે.
વર્ષ 2008માં એકતા કપૂરની સીરિયલ ‘કહાનીયાં હમારે મહાભારત કી’માં અનીતા હસનંદાની દ્રૌપદીની ભૂમિકામાં જોવા મળી હતી. એ સિરિયલમાં અનીતાએ મોડર્ન લુકમાં દ્રૌપદીનો રોલ ભજવ્યો હતો જે વર્તમાન પેઢીના દર્શકોને પસંદ આવ્યો હતો.
વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત ‘મહાભારત’ સિરિયલમાં અભિનેત્રી પૂજા શર્મા દ્રૌપદી બની હતી. તેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ અને સિરિયલને પણ દર્શકોએ પસંદ કરી હતી.